ઉછીના લીધેલા રૂપિયાથી સુરતના આ પટેલ યુવાને નાની ઉંમરમાં ઉભું કર્યું વિશાળ સામ્રાજ્ય- જાણો સફળતાની સફળ કહાની

370
Published on: 2:22 pm, Sat, 25 September 21

આજના યુવાનો શૂન્યમાંથી સર્જન કરતા થયા છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ પ્રેરણાદાયી કહાનીને લઈ જાણકારી સામે આવી છે. ગુજરાતમાં આવેલ સુરત શહેરમાં રહેતા પટેલ પરિવારના નવયુવાનની હાલમાં આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ. ફક્ત 24 વર્ષીય કુણાલ રૈયાણીએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ યુવાન શહેરના પુણા ગામ વિસ્તારમાં પોતાની કંપની ધરાવે છે. વર્ષ 2015માં સુરત ગાંધી કોલેજથી એન્જિનિયરિંગ કર્યા પછી તે ફક્ત 6,000 રૂપિયાની નોકરી કરી રહ્યો હતો. શરુ અભ્યાસે 11 મહિના સુધી તેણે નોકરી કરી હતી પણ નોકરી કર્યા પછી તેને વેપાર કરવાનો વિચાર આવતા રત્નકલાકારનો પુત્ર હોવાની સાથે જ આર્થિક રીતે મજબૂત નહોતો.

જેથી મામાની પાસેથી ઉછીના 2 લાખ રૂપિયા લીધા હતા. આ રૂપિયાથી તેણે એક મશીન ખરીદ્યું હતું કે, જેના પર કુરતી બનાવવાની શરૂઆત કરી હતી. પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી હોવાને લીધે કુણાલ બિઝનેસનો વિચાર પણ કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. આવી આર્થિક તંગીની વચ્ચે રત્ન કલાકાર પિતાએ તેને એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરાવ્યો હતો.

પિતાની મહેનત દીકરાએ રંગ લાવી અને તેમની છાતી ગર્વથી ફુલાવી દીધી. હાલમાં તેની પાસે 100 જેટલા મશીનો છે તેમજ 100 જેટલા કર્મચારીઓનો સ્ટાફ ધરાવી રહ્યો છે. ઈ-કોમર્સની સાથે સંકળાયેલ મોટી-મોટી કંપનીમાં તેની કંપનીમાં બનાવેલ કુર્તીઓનું વેચાણ થાય છે.

વોકલથી લઈને લોકલને સાર્થક કરતાં કુણાલ રૈયાણી સુરતના નાના-નાના ઉદ્યોગો તથા ઉદ્યોગકારો માટે ટીચિંગ આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં 100થી પણ વધારે નાના ધંધા રોજગારવાળા લોકોને ઈ-કોમર્સ બિઝનેસ સાથે જોડયા છે કે, જેથી નાના ધંધા રોજગારવાળા પણ ઈ-કોમર્સ બિઝનેસનો લાભ લઇ શકે.

કોરોનાકાળમાં કુણાલ રૈયાણી પોતાના કર્મચારીઓની મદદે આવ્યા હતા. ધંધો બંધ હોવા છતાં તેમણે પોતાના તમામ કર્મચારીઓને પગાર આપ્યો હતો તેમજ તેમણે પોતાના કર્મચારીઓને સાચવ્યા હતા. આ અંગે કુણાલ જણાવી છે કે. યુવાનોને અવશ્યપણે જણાવીશ કે, ક્યારેય પણ ન વિચારો કે તમારી પાસે પૈસા નથી.

જો મનોબળ સક્ષમ હોય તો બધું થઈ શકે છે. હાલમાં હું ફક્ત 24 વર્ષની ઉંમરમાં 10 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક છું તેમજ ભવિષ્યમાં ઇ-કોમર્સ ક્ષેત્રેમાં વધુ કરવા ઈચ્છું છું કે. જેથી બીજા લોકોને પણ આત્મનિર્ભર બનાવી શકું. મારા પરિવારમાં આજદિન સુધીમાં કોઇએ પણ વેપાર કર્યો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…