રાજ્ય સરકાર આપી રહી છે લાખ રૂપિયાની સબસીડી- જલ્દી આ રીતે મેળવો યોજનાનો લાભ

181
Published on: 12:01 pm, Tue, 26 October 21

ખેતી અને બાગાયતના કાર્યોને પૂર્ણ કરવા માટે ટ્રેક્ટરને સૌથી મહત્વપૂર્ણ કૃષિ મશીનરી માનવામાં આવે છે ત્યારે ટ્રેક્ટર એક એવું કૃષિ મશીન છે કે, જેમાં અન્ય ઘણા કૃષિ મશીનોને જોડીને કૃષિ કાર્ય સરળતાથી કરી શકાય છે. જો આ રીતે જોવામાં આવે તો ખેડૂતો માટે ટ્રેક્ટર ખૂબ મહત્વનું સાધન છે. આ ખેડુતોનો સમય અને શ્રમ બચાવે છે.

હાલમાં, મોટાભાગના ખેડૂતો ખેતી અને બાગાયતનું કામ ખુબ ઓછા સમયમાં અને મજૂરમાં ટ્રેક્ટરની મદદથી પૂર્ણ કરી રહ્યા છે પરંતુ ઘણા ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે કે, જેના કારણે તેઓ તેને ખરીદી શકતા નથી. આને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે.

આ સબસિડી જુદી-જુદી રાજ્ય સરકાર દ્વારા તેના નિર્ધારિત ધોરણે આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા 50% સુધીની સબસિડી આપવામાં આવત હોય છે કે, જેમાં મહિલાઓ, અનુસૂચિત જાતિ તથા આદિજાતિના ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. તો આવો આપને આ સંદર્ભમાં વધુ માહિતી આપીએ…

ઉત્તર પ્રદેશ સરકાર આપે છે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી:
જો તમે ઉત્તરપ્રદેશનાં ખેડૂત હો તેમજ નવું ટ્રેક્ટર ખરીદવા માંગતા હો તો તમે 30% સબસિડી સાથે નવું ટ્રેક્ટર ખરીદી શકો છો. સબસિડીનો આ લાભ બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ અંતર્ગત સામાન્ય ખેડૂતોને 20 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી પર તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 1 લાખ રૂપિયા સુધી 75,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે, અગાઉ સામાન્ય અને અનુસૂચિત જાતિઓને 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળતી હતી પણ આ વર્ષે સબસિડી ઓછી આપવામાં આવી રહી છે. આનાં સિવાય ટ્રેક્ટર ખરીદવા માટે કૃષિ વિભાગ દ્વારા 25%ની સબસિડી આપવામાં આવે છે. આ અંતર્ગત ટ્રેક્ટર ખરીદવા માટે 45,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે.

બીજી તરફ, બાગાયત વિભાગ દ્વારા ટ્રેક્ટર તેમજ 8 HP પાવર ટિલર પરની સબસિડી ઘટાડીને 40,000 રૂપિયા કરવામાં આવી છે. નિર્ધારિત ધોરણો અનુસાર સબસિડી આપવા ઇચ્છુક ખેડૂતો 30 નવેમ્બર વર્ષ 2021 સુધીમાં જિલ્લા બાગાયત અધિકારીની કચેરીમાં અરજીઓ સબમિટ કરી શકે છે.

ખેડૂતે સૌથી પહેલા કૃષિ વિભાગ ઉત્તર પ્રદેશની વેબસાઇટ https://www.upag Agriculture.com/ પર જવું પડશે. બાદમાં સબસિડી માટેની અરજી જિલ્લા બાગાયત અધિકારીને આપવાની રહેશે. તમે જે કૃષિ મશીનરી ખરીદવા જઈ રહ્યા છો તેના માટે તમારી પાસે પૈસા ઉપલબ્ધ છે.

નવા ટ્રેક્ટર પર સબસિડી માટેની જરૂરિયાતો:
ટ્રેક્ટર અને કૃષિ મશીનરી પર સબસિડી મેળવવા માટે રાજ્યના બાગાયત વિભાગ અથવા કૃષિ વિભાગ દ્વારા સમયાંતરે અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે અમુક શરતો નિશ્ચિત છે. આ યોજના માત્ર નાના અને સીમાંત ખેડૂતો માટે છે. નવું ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. નોંધણી માટેની પ્રથમ શરત એ છે કે ખેડૂતે છેલ્લા સાત વર્ષમાં ટ્રેક્ટર ખરીદ્યું ન હોવું જોઈએ.

યોજનાનો લાભ લેવા માટે, અરજદાર ખેડૂત પાસે તેના પોતાના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ. ખેડૂત માત્ર એક જ ટ્રેક્ટર ખરીદી શકે છે. પરિવારમાંથી માત્ર એક જ ખેડૂત અરજી કરી શકે છે. ખેડૂત અન્ય કોઇ કૃષિ મશીનરી સબસિડી યોજનામાં સામેલ ન હોવો જોઇએ.

નવા ટ્રેક્ટર પર સબસિડી માટે જરૂરી દસ્તાવેજો:
આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ, જમીનના કાગળ, બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટોની જરૂર પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…