આ યુવતી દિવસ દરમિયાન અભ્યાસ કરે છે અને રાત્રે ફૂડ ડિલિવરી- તેની સંઘર્ષભરી કહાની જાણી તમારી આંખોમાં પાણી આવી જશે

211
Published on: 11:07 am, Thu, 4 August 22

પાકિસ્તાનની છોકરી મીરાબની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. મીરાબ ફાસ્ટ ફૂડ કંપની KFC(Kentucky Fried Chicken)માં રાત્રે ફૂડ ડીલીવરીનું કામ કરે છે અને દિવસ દરમિયાન તેનો અભ્યાસ કરે છે. મીરાબને હાલમાં ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ શરુ છે. તેનો ધ્યેય આવનારા થોડા વર્ષોમાં પોતાની ફેશન બ્રાન્ડ લોન્ચ કરવાનો છે. ઈન્ટરનેટ પર યુઝર્સ મીરાબનાં આ લક્ષ્યના વખાણ કરી રહ્યા છે. પાકિસ્તાન લાહોરની રહેવાસી ફિઝા એજાઝે ગયા અઠવાડિયે લીંકડઈન પર મહેનતુ મીરાબની સ્ટોરી શેર કરી હતી.

ફિઝા યુનિલિવરમાં ‘ગ્લોબલ બ્રાન્ડ લીડ’ તરીકે કામ કરી રહી છે. ફિઝાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેની મીરાબ સાથે વાત થઈ હતી. તેણે મીરાબને તેના કામ, બાઇક ચલાવવાની કુશળતા અને પસંદ વિશે પૂછ્યું હતું. ફિઝાના કહેવા પ્રમાણે – તેણે KFCમાં ફૂડનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર આપ્યા પછી ફોન આવ્યો, અવાજ કોઈ સ્ત્રીનો હતો. મહિલાએ કહ્યું- હું તમારી રીડર બોલું છું.

અવાજ સાંભળીને ફિઝા ખૂબ જ ઉત્સુક હતી. તેણી તેના મિત્રો સાથે બહાર આવી અને તેના ઓર્ડરની રાહ જોતી હતી. આ દરમિયાન તેણે મીરાબ સાથે લાંબી વાત કરી. ફિઝાની પોસ્ટ મુજબ મીરાબ લાહોરના યુહાનાબાદ વિસ્તારની છે. તે ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. તે KFCમાં નાઈટ ડ્યુટી કરીને ફૂડ ડિલિવરી કરે છે. મીરાબ ત્રણ વર્ષ સુધી રીડર તરીકે કામ કરશે, ગ્રેજ્યુએશન પછી તે પોતાની ફેશન બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

ફિઝાએ પોતાની એડિટ કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે મીરાબના શિક્ષણનો ખર્ચ એક સંસ્થા ઉઠાવે છે. પરંતુ તે તેના પરિવારના ભરણપોષણ અને અન્ય ખર્ચાઓ માટે કામ કરી રહી છે. મીરાબના જુસ્સાની વાત જાણીને ઘણા લોકો તેના વખાણ કરી રહ્યા છે. KFC પાકિસ્તાનના ચીફ પીપલ ઓફિસર અસ્મા યુસુફે પણ આ પોસ્ટ પર ટિપ્પણી કરી હતી.

તેણે પોતાની પોસ્ટમાં મીરાબની વાત કહેવા બદલ ફિઝાનો આભાર માન્યો હતો. અસ્માએ ટિપ્પણીમાં લખ્યું છે કે તેના અભ્યાસમાં ‘KFC ફીમેલ હાયર એજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ'(Female Higher Education Scholarship Program) દ્વારા મદદ કરવામાં આવી રહી છે.

ગોપી સિરણી નામની વ્યક્તિએ લખ્યું કે મીરાબની આ કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. આ કહાનીએ ઘણું શીખવ્યું છે. બીજી તરફ અન્ય એક વ્યક્તિએ મીરાબના વખાણ કર્યા હતા. તેણે લખ્યું, ‘હું તમારી બહાદુરીની પ્રશંસા કરું છું. આ કામ કરીને તમે તમારી સાથે તમારા સંબંધિત લોકોની મદદ કરી રહ્યા છો. તમે પણ સમાજમાં હકારાત્મકતા ફેલાવી રહ્યા છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…