વતન છોડી બહાર જનારા નવયુવાનો આ લેખ ખાસ વાંચે, વર્ષોથી ત્યાં ગયેલા છોકરા-છોકરીના એવા હાલ છે કે…

5162
Published on: 11:07 am, Fri, 24 September 21

ઘણા લોકો આજકાલ વીદેશમાં અભ્યાસ કરવાના અને ત્યાં કામ કરવા માટેના સપના જોતા હોય છે. એટલું જ નહિ પરંતુ પંજાબની વાત કરીએ તો અહીનો દરેક વ્યક્તિ વીદેશમાં રહેવું પસંદ કરે છે. જયારે ખાસ કરીને ત્યા રહેતા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અને કામને માટે કેનેડા જેવા દેશને વધુ પસંદ કરતા હોય છે.

પરંતુ અહીના જીવન કરતા ત્યાનું જીવન ઘણું મુશ્કેલ હોય છે, જેની કોઈને જાણ નથી, પરંતુ જયારે તે વ્યક્તિ અહી આવે છે ત્યારે જ તેને આ અંગે જાણ થતી હોય છે. સામાન્ય રીતે અહી આવીને વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવી પડતી હોય છે. મળતી માહિતી મુજબ, કેનેડાની એક શિક્ષિકાએ સોશિયલ મીડિયા પર તેમના વિદ્યાર્થીઓની થોડીક તસવીરો શેર કરી હતી.

શિક્ષિકાએ આ અંગે એવું જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓ સૌથી આશાસ્પદ રહેલા છે. કારણ કે, આ 12 કલાકની શિફ્ટમાં કામ કરે છે એટલે કે, મધ્યરાત્રિથી સવારે 7 વાગ્યા સુધી તેઓ કામ કરે છે. ત્યારબાદ 2 કલાકના સફર બાદ તેઓ કોલેજ પહોંચે છે.

દરેક વ્યક્તિને જાણ હોય છે કે, પંજાબમાં અનેક લોકો હમેશા બહાર જવાનું સપનું જોતા હોય છે. જયારે બહાર જવાનું મુખ્ય કારણ બેરોજગારી અને અવિશ્વસનીય ભવિષ્ય છે. આવી સ્થિતિમાં લોકો વધુ સારા ભવિષ્યના સપના જોઈ વીદેશ જતા હોય છે. જયારે અહિયાં આવેલો દરેક યુવાન ચિંતાને કારણે શાંતિથી ઊંઘ લઇ શકતો નથી. તે હમેશા સારું કરવા માટે મહેનત કરે છે.

ઘણા વિદ્યાર્થીઓ કેનેડામાં ખોટી રીતે પ્રવેશ મેળવતા હોય છે. વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત કેનેડાની સરકાર અઠવાડિયામાં માત્ર 20 કલાક કામ કરવાની છૂટ આપી છે. પરંતુ ફી વસૂલવાના મામલામાં 20 કલાક સિવાય મોટાભાગના વિદ્યાર્થીઓ ઓછા પૈસા માટે વધારે પડતું કામ કરવું પડે છે. જયારે બીજી બાજુ માતાપિતા પોતાના બાળકોને પૈસાનો ખર્ચ કરીને વિદેશમાં ભણવા માટે મોકલતા હોય છે.

પરંતુ આ વિદ્યાર્થીઓને ત્યાં જવા માટે જ નહિ પરંતુ રહેવા અને ખાવાના ખર્ચને પહોંચી વળવા માટે ત્યાં અનેક કામ કરવા પડતા હોય છે. ઘણા યુવાનો તો હોટલ, સ્ટોર્સ વગેરેમાં કામ કરતા હોય છે. જયારે ઘણા લોકો વધારે મહેનત કરાવી તેમને ઓછા પૈસા આપતા હોય છે. એટલે કે, આ વિદ્યાર્થીઓ પાસેથી અડધા પગારમાં વધારે કામ કરાવતા હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…