લોકો બીમારીયુક્ત જીવન પસાર કરે એ હેતુથી અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી અનોખી શોધ

Published on: 11:39 am, Fri, 13 August 21

માર્કેટમાં મળી રહેતી અવનવી ખાણી-પીણીને લીધે લોકો ધીરે-ધીરે પોષ્ટિક આહાર લેવાનું ભૂલી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો જંકફૂડ બાજુ વળી રહ્યા છે, જેને લીધે બીમારીનાં પ્રમાણમાં સતત વધારો થયો છે. માનવ શરીરમાં જરૂરી પોષક તત્ત્વ જંક ફૂડમાંથી ન મળતાં હોવાને લીધે બીમારીઓ પણ વધતી જઈ રહી છે.

આવા સમયમાં રાજ્યની અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ સતત 2.5 વર્ષની મહેનત પછી અનેકવિધ ઔષધિઓમાંથી પાઉડર તૈયાર કર્યો છે કે, જે પ્રોટીન અને ન્યૂટ્રિશિયન પૂર્ણ પાડશે. આમ, આ પાઉડર લોકોના સ્વાસ્થ્યની પણ ખુબ કાળજી રાખશે.

આ વનસ્પતિનાં બીજમાંથી તૈયાર થયો પાઉડર:
અમદાવાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલ આયુષ પનારાએ 6 વિવિધ ઔષધિઓમાંથી એક પાઉડર તૈયાર કર્યો છે કે, જેમાં સરગવાનાં બીજ, તડબૂચનાં બીજ, સનફલાવરનાં બીજ, ડેડિલિયન, બ્રાઝિલ નટ્સ, ઝીક્ગો બિલોબા નામની ઔષધિઓનો સમાવેશ થાય છે.

આજની લાઈફસ્ટાઈલ તેમજ ખોરાકમાંથી અનેકવિધ પ્રોટીન, વિટામિન તથા ન્યૂટ્રિશિયન મળી રહ્યા નથી. જે આ પાઉડરની 2 ચમચી લેવાથી મળી શકશે. આ પાઉડર NABL એટલે કે, નેશનલ એક્રિડિએશન બોર્ડ ફોર ટેસ્ટિંગ કેલિબ્રેશન લેબોરેટરીઝ તેમજ FSSAI એટલે કે, ફૂડ્ઝ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની લેબમાં પણ ટેસ્ટ કરાવ્યો હતો.

શરૂઆતમાં 10 લોકોને આપી પ્રયોગ પણ કરાયો:
અનેકવિધ લોકો પ્રોટીન, વિટામિન તથા ન્યૂટ્રિશિયન માટે પાવડર લેતા હોય છે ત્યારે હવે ઔષધિમાંથી પાઉડર તૈયાર કરવામાં આવ્યો છે કે, જેની કોઈપણ આડઅસર ન હોવાનો દાવો કરાયો છે. આ પાઉડર કોઈપણ સ્વરૂપે તેમજ કોઈપણ સમયે લઇ શકાશે. હાલમાં કાર્ડિયો વાસ્ક્યુલર ડિસીઝ, બ્લડપ્રેશર, એનિમિયા જેવી બીમારીમાં પણ આ પાઉડર ખુબ મદદરૂપ નિવડશે.

બીમારીઓનું કારણ શોધી અભ્યાસ કર્યા પછી પાઉડર બનાવ્યો:
આયુષ પનારા જણાવે છે કે, બીમારીઓનાં પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે સૌપ્રથમ બીમારી વિશે અભ્યાસ કર્યો જે પછી બીમારી કયા કારણથી થાય છે, તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કે, જેમાં પ્રોટીન- ન્યૂટ્રિશિયન વિશે જાણવા મળતા કઈ ઔષધિઓમાંથી તે મળી શકે છે તે અંગે અભ્યાસ કરીને પાઉડર તૈયાર કરવામાં આવ્યો છે.