પરીક્ષા આપી વિદ્યાર્થીએ કરી લીધો આપઘાત! પાછળથી એવું રહસ્ય ખુલ્યું કે, ચારેબાજુ મચી ગયો હોબાળો

110
Published on: 10:55 am, Tue, 21 September 21

આજકાલ આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. કોઈ આર્થિક તંગીમાં આવીને તો કોઈ પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે આપઘાત કરી લેતા હોય છે. આ ઉપરાંત, ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળતા મળતા પણ આપઘાત કરી લેતા હોય છે. પરંતુ હાલ ડીસામાં એક યુવકે પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ જવાના કારણે આપઘાત કરી લીધો હોવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે.

જાણવા મળ્યું છે કે, વિધાર્થીના આપઘાત બાદ કોલેજના અન્ય વિધાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને વિધાર્થીના આપઘાત માટે કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે અને જો ૧૨ દિવસમાં આચાર્ય સામે કડક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓ દ્વારા બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો પ્રોફેસર અને પ્રિન્સિપાલ સામે કોલેજના ટ્રસ્ટીઓે દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે આવેલી ભારત નર્સિંગ કૉલેજમાં બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં પરેશ પૂંજાભાઈ સુથાર નામના વિદ્યાર્થી કોલેજમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતા પકડાઈ ગયો હતો જેના કારણે આચાર્ય તેની પાસે માફીનામું લખાવી તેના વાલીને બોલાવી ઠપકો પણ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને લઈને આઘાત પામેલા વિધાર્થીએ ઘટનાના ત્રણ દિવસ બાદ સાબરમતી રિવર ફ્રન્ટ નજીક કેનાલમાં કૂદી અને આપઘાત કરી લીધો હતો. જેના બાદ કોલેજના અન્ય વિધાર્થીઓએ  હોબાળો મચાવ્યો હતો. પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને માર મરવામાં આવતા અને બાદમાં કોલેજમાંથી કાઢી મુકવામાં આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ વિધાર્થીઓએ લગાવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…