ગર્ભમાં નવ મહિનાનું બાળક અને કેટ-કેટલી મુશ્કેલીઓ વેઠી આપવા ગયા UPSCની ફાઈનલ પરીક્ષા

198
Published on: 1:12 pm, Mon, 11 October 21

કહેવામાં આવે છે કે, તમારું લક્ષ ઉચું રાખો અને તેને માટે મહેનત કરવા માંડો તો તમે જરૂર સફળતાના શિખરો સુધી પહોંચી શકો છો. આપણને સૌને ખબર છે કે, ગુજરાતીમાં તો એ કહેવત પણ છે કે “નિશાન ચૂક માફ છે પણ નહિ માફ નીચું નિશાન”. આપણે સૌને આપણા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે જેને લીધે આપણે આપણી સિદ્ધિ હાંસિલ કરી શકીએ. અહિયાં અમને તમને એવી જ વાત કહેવા જઈ રહ્યા છીએ જે મહિલાએ ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરીને અને UPSC પરીક્ષા આપીને ઓફિસર બની.

પૂનમ દલાલનો જન્મ દિલ્લીમાં થયો હતો અને ત્યાજ તેમણે શરૂઆત નો અભ્યાસ કર્યો હતો. ૧૨ માં ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે ત્યાની જ એક પ્રાથમિક શાળામાં નોકરી કરી હતી. પરંતુ જેમ જણાવ્યું તેમ તેમનું લક્ષ ખુબ જ ઉચું હતું. માટે તેઓ માત્ર આ નોકરીથી ખુશ ન હતા તેઓ આગળ પણ કઈક કરવા માંગતા હતા અને તેમાટે તેમણે તમામ પ્રયાસો અને પ્રયત્નો શરુ કરી દીધા હતા.

તેમણે દિલ્લીની યુનિવર્સીટી માંથી બાહ્ય રીતે સનાતક તરીકેની ડીગ્રી લીધી હતી. ત્યાર બાદ પુનમ દલાલે SBI PO ની પરિક્ષા આપી હતી અને તેમાં પાસ પણ થઇ ગયા હતા. ત્યાર બાદ તેમણે તેમાં અંદાજે ૩ વર્ષ સુધી તેમાં કામ કર્યું હતું અને 2006માં એસએસસીની પરિક્ષા આપી જેમાં તેમણે આખા ભારતમાં ૭ મો ક્ર્માંક મેળવ્યો અને ટેક્ષ વિભાગમાં કામ કર્યું હતું.

વર્ષ 2007 માં તેમના લગ્ન કસ્ટમ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા આસીમ દહિયા નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન બાદ પણ તેમની ભણવાની ઈચ્છા હતી અને તેઓ ભણ્યા અને તેમાં તેમના પતિએ તેમને ઘણી મદદ કરી. તેમણે વર્ષ 2010માં કે જયારે તેઓ 28 વર્ષના હતા. ત્યારે તેમણે પહેલી વાર UPSC પરિક્ષા આપી અને તેઓ પાસ પણ થઇ ગયા હતા. ત્યારે પુનમ દલાલને રેલ્વેમાં નોકરી મળી પરંતુ તેમણે આ નોકરી કરી નહિ અને ફરી એક વાર પરિક્ષા આપી. પરંતુ ફરી વખત રેલ્વે માં જ નોકરી મળી.

પુનમ દલાલે ફરી એક વખત આ પરિક્ષા આપી પરંતુ આજ વખતે તે પ્રિલીમ પરિક્ષા પણ પાસ કરી શક્યા નહિ. હવે તેમની આશા જાણે તૂટી ગઈ હોય તેવું લાગ્યું અને તેમની ઉમર પણ હવે આ પરિક્ષા દેવા માટે વધી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ તે સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા થયેલ આંદોલનને કારણે તે સમયના તમામ નિષ્ફળ વિદ્યાર્થીઓને ફરી એક વખત તક આપવામાં આવી હતી. ત્યારે તેમણે ફરી પરિક્ષા આપી પણ આ સમય એ તેઓ 9 મહિનાના ગર્ભવતી હતા.

આ પરિક્ષા પાસ કરી તે પોતાના ૩ મહિનાના નાના બાળક ને છોડીને ફાઈનલ પરિક્ષા આપવા માટે ગયા હતા અને આખા ભારતમાં 308મો ક્રમાંક મેળવ્યો. આ પરથી કહી શકાય કે એક સ્ત્રીએ આટલી બધું મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કર્યા બાદ પણ હાર ન માની અને અંતે સફળતા જરૂર મળી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…