આવતી કાલે બંગાળની ખાડીમાં સક્રિય થશે મજબૂત ‘લો પ્રેશર’ સીસ્ટમ- હવામાન વિભાગે આપી તમામ મહત્વની જાણકારી

286
Published on: 2:04 pm, Sat, 11 September 21

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં લો-પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે ૮૪થી વધારે તાલુકામાં વરસાદ ખાબકી રહ્યો છે, જોકે આજે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા અને આણંદ જિલ્લામાં બે ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. જોકે આગમી દિવસોમાં હળવો સામાન્ય વરસાદ શરુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ મહિનાનુ બીજુ લો-પ્રેશર 11 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં જોવા મળશે. લો-પ્રેશર બન્યા બાદ આગામી ૨૪થી ૪૮ કલાકમાં વેલમાર્ક લો-પ્રેસરમાં ફરી શકે છે. જોકે ગુજરાતને આ લો-પ્રેશર સિસ્ટમ વધારે અસર કરતી જોવા મળતી નથી. પરંતુ આડકતરી રીતે 14-15-16 તારીખ દરમિયાન ગુજરાતને અનુકુળ વાતાવરણ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં ગુજરાત નજીક રાજસ્થાન પર રહેલ લો-પ્રેશર ફરી ગુજરાત ઉપર આવી શકે છે અને ગુજરાતને સારો વરસાદ આપી શકે છે. આગાહી મુજબ, 14-15 તારીખ દરમિયાન સિસ્ટમ ફરી ઉત્તર રાજસ્થાનથી ઉત્તર ગુજરાત પર જોવા મળશે.

ત્યાર બીજી સિસ્ટમ પણ નજીક પહોંચી જશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 13-14 પછી વરસાદનું જોર વધી શકે છે. જોકે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ યથાવત્ રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…