મહિનાની શરૂઆતમાં જ સક્રિય થયું બીજું મજબુત ‘લો-પ્રેશર’

223
Published on: 1:31 pm, Sat, 11 September 21

આ મહિનાની બીજી લો-પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થય છે. લો-પ્રેશરમાંથી વધીને આવનાર 12-18 કલાકમાં આગળ ડિપ્રેશન સુધી પહોંચી જશે, એટલે કે મિની વાવાઝોડાના રૂપમાં નજરે ચડશે. લો-પ્રેશર સિસ્ટમ ચાલુ વર્ષની સૌથી મોટી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે.

લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થયા પછી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમમાં રૂપાંતરિત થશે અને ત્યાર બાદ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરશે અને મધ્ય ઉત્તર ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ આપી શકે છે. જોકે લો-પ્રેશર સિસ્ટમ હાલમાં ઉત્તર ગુજરાત-રાજસ્થાનના લાગુ વિસ્તારમાં સામાન્ય એક્ટિવ છે. ગઇકાલે તેમના ભાગરૂપે ઉત્તર ગુજરાત-કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ ચાલુ થયો હતો.

લો-પ્રેશર સિસ્ટમની અસર હાલમાં ગુજરાત પર પૂર્ણ થઈ છે. ઉત્તર-મધ્ય ભારત તરફ આ લો-પ્રેશરનો રસ્તો થોડોક વધારે જોવા મળે છે. ગુજરાતને ડાયરેક્ટ આ લો-પ્રેશર સિસ્ટમ અસર કરતી જોવા મળતી નથી. પરંતુ હાલમાં નબળી બનેલ લો-પ્રેશર અને આવનાર લો-પ્રેશર બંને ભેગા થતા અને અનુકૂળ અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળતા તે મજબૂત બની છે અને વધારે અસર ગુજરાતને કરી શકે છે.

લો-પ્રેશર સિસ્ટમ જો ગુજરાત નજીક આવતા મજબૂત હશે તો સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળશે. 13-14 તારીખથી લો-પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી શકે છે. જોકે રાજ્યમાં ત્યાં સુધી છુટો છવાયો વરસાદ જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. આજથી પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આ આગાહી બે-બે લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે કરી છે.

બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાત રાજ્યમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના પગલે રાજ્યમાં 8 એનડીઆરએફની ટીમોને અલગ-અલગ જગ્યાએ તેનાત કરી છે. રાજ્યમાં 15-16 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળશે અને 14 તારીખથી વરસાદનું જોર વધારે જોવા મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…