આ છોડ કે વૃક્ષને ભૂલથી પણ ન અડશો, ગણતરીની સેકેંડમાં થશે દર્દનાક મોત- કેટલાય લોકોએ ગુમાવ્યા જીવ

Published on: 3:10 pm, Fri, 27 August 21

હાલમાં અમે આપની માટે એક રોચક જાણકારી લઈને આવ્યા છીએ. આપણી સામાન્ય સમજ એ છે કે, વૃક્ષો તથા છોડ એકદમ સામાન્ય હોય છે. તેઓ માનવી માટે કોઈ ખાસ નડતરરૂપ બનતા નથી. જો તમે આ જ રીતે વિચારો છો તો તમે ખોટા છો.

સમગ્ર વિશ્વમાં  એવા કેટલાક વૃક્ષો તથા છોડ છે કે, જેમના સંપર્ક માત્રથી જ માનવીનો જીવ જઈ શકે છે. જો તમે તેમને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરશો તો તમારે તેનું ખુબ ગંભીર પરિણામ સહન કરવું પડશે અથવા તો તમે કોઈ ગંભીર રોગથી સંક્રમિત થઈ શકો છો.

આ કારણોસર, કેટલાક નિષ્ણાતો આ છોડ પર સંશોધન કરતા પહેલા ખાસ સાવચેતીનું પાલન કરે છે. અત્યાર સુધીમાં કેટલાક લોકો આ ઝેરી ઝાડના છોડના સંપર્કને લીધે મોતને ભેટ્યા છે અથવા તો તેઓ કોઈ રોગથી સંક્રમિત થયા છે. આવી પરીસ્થિતિમાં, આપણા બધાની માટે જાણવું જરૂરી બને. 

1. મંચિનિલ વૃક્ષ
આ દુનિયાનું સૌથી ખતરનાક વૃક્ષ છે. આ વૃક્ષ મોટેભાગે મધ્ય દક્ષિણ અમેરિકામાં જોવા મળતું હોય છે. માંચિનિલ વૃક્ષનું ફળ એટલું ઝેરી હોય છે કે તેનું સેવન કરવા માત્રથી વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. આટલું જ નહીં, જો તમે કોઈ સલામતી વિના આ વૃક્ષની પાસે જશો તો પણ તમે મૃત પામી શકો છો. આ કારણોસર આ વૃક્ષ ડેથ એપલ તરીકે ઓળખાય છે.

2. રોઝરી પી
આ વૃક્ષ દેખાવમાં ખૂબ જ સુંદર છે પણ એના બીજ તદ્દન જોખમી છે. જો તમે તેને ખોતરવા અથવા તો ચાવવાનો પ્રયાસ કરશો તો તમે એક ક્ષણમાં મૃત્યુ પામી શકો છો. આ બીજની અંદર એબ્રિન જોવા મળે છે કે, જેમાંથી ફક્ત 3 માઇક્રોગ્રામ ઝેર કોઇપણ વ્યક્તિને મારી શકે છે.

3. જાયન્ટ હોગવીડ
આ પ્લાન્ટ બ્રિટનમાં જોવા મળે છે. છોડના સફેદ ફૂલો દેખાવમાં ખૂબ સુંદર છે જયારે આ ફૂલો દેખાવમાં જેટલા સુંદર લાગે છે તેટલા જ ખતરનાક છે. આ ફૂલના સેવનને લીધે કેટલાય લોકો મોતને ભેટ્યા છે. આટલું જ નહીં, જો આ ફૂલો આંખોના સંપર્કમાં આવે તો વ્યક્તિ અંધ પણ થઈ શકે છે.

4. સરબેરા ઓડોલામ
આ છોડ સૂસાઇડ ટ્રી તરીકે ઓળખાય છે. ઘણીવખત લોકો આ છોડનો ઉપયોગ લોકોને મારવા માટે કરતા હોય છે. તેની ખાસીયત એ છે કે, તે આસાનીથી વૈજ્ઞાનિકોની ચકાસણીમાં આવતી નથી. કેટલાક ગુનેગારો આ ઝેરનો ઉપયોગ હત્યા કરવા માટે કરતા હોય છે.


સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…