ગુજરાત રાજ્યમાં ફરી એક વખત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડુ ત્રાટકી શકે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાત માટે આગામી ત્રણ કલાક અતિ મહત્વના છે. રાજ્યમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સાથે અનેક જગ્યાએ ઠંડા પવનો ફૂંકાય રહ્યાં છે અને સાથે સાથે ધોધમાર વરસાદ પણ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 60 કિમીની ઝડપે જોરદાર પવન ફૂંકાશે અને સાથે ધોધમાર વરસાદ ખાબકશે. જયારે આવતીકાલે 80 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે આ સાથે જ રાજ્યના કેટલાય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડવાનો છે.
ગુજરાતના લોકો માટે આગામી ત્રણ કલાક અતિ મહત્વના:
રાજ્યના હવામાન વિભાગે આપવામાં આવેલી અગત્યની માહિતી અનુસાર આગામી ત્રણ કલાકમાં 60 કિમીની ઝડપે જોરદાર પવન ફૂંકાશે અને સાથે સાથે જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર પણ ખડે પગે ઉભું છે. ઉપરાંત ગુજરાત રાજ્યના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ ખડકી દેવામાં આવી છે અને પોરબંદર જીલ્લાના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
માછીમારોને દરિયાથી દુર રહેવા સુચન:
શાહીન વાવાઝોડાના લીધે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેના ભાગ રૂપે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપી દીધી છે. સાથે સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાએ જણાવતા કહ્યું છે કે, ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’ સર્જાવવા જઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનુ વાવાઝોડું સક્રિય થઇ રહ્યુ છે. જોકે આ સાયક્લોન બનશે તો નામ શાહીન રહેશે. સાયકલોન બની પણ જાય તો પણ ગુજરાત માટે કોઈ મોટી ચિંતાનો વિષય નથી.
શાહીન વાવાઝોડાની અસરને કારણે ભરૂચ, આણંદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જયારે નોર્થ ગુજરાતમાં સામાન્ય વરસાદ, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાથે જ અમદાવાદ શહેરના શહેરી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ, તેમજ સાણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે અને આવતીકાલે બે દિવસ વાવાઝોડાની અસર રહેશે અને પરમ દિવસ બાદ વાવાઝોડાની અસર ઘટી જશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…