ભુપેન્દ્ર સરકારના એક નિર્ણયથી ગુજરાતના સેંકડો ખેડૂતોની સુધરી ગઈ દિવાળી – પાક નુકશાન સામે મળશે સહાય

92
Published on: 12:48 pm, Wed, 20 October 21

સમગ્ર રાજ્યમાં વરસેલ અનરાધાર મેઘવર્ષાને લીધે તેમજ પુરને લીધે કેટ-કેટલાય વિસ્તારોમાં ખેડૂતોને ઉભા પાકનું નુકસાન થયું છે. ખેતીની જમીનોનું ધોવાણ થઈ ચુક્યું છે ત્યારે બધા જ વિસ્તારોનો સર્વે હાથ ધરીને આર્થિક પેકેજ જાહેર કરી દેવું જોઈએ. આજે એટલે કે. 20 ઓક્ટોબરે રાજ્યની કેબિનેટ બેઠક યોજાનાર છે ત્યારે ખેડૂતોના હિતમાં આર્થિક પેકેજનો નિર્ણય લેવામાં આવી શકે છે.

રાજ્યની ભુપેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની દિવાળી સુધરી જાય એવો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં તાઉતે, અતિવૃષ્ટી તથા બાદમાં સર્જાયેલ સ્થિતિને લીધે રાજ્યના ખેડૂતોને થયેલા પાક નુકસાની સામે પેકેજ જાહેર કરવાની ઘણીવાર માંગ કરવામાં આવી છે. આ વિશે 18 ઓક્ટોબરે જ કિસાન સંઘે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને સર્વગ્રાહી પેકેજ જાહેર કરવા માટેની રજૂઆત કરી હતી. સતત 28 દિવસ સુધી વરસાદ ન પડ્યો હોય એવા તાલુકાને પણ આ રાહત પેકેજમાં સમાવવા માટેની માંગણી કરાઈ છે.

પાક નુકશાન સામે હેક્ટર દીઠ મળશે 13,000 રૂપિયાની સહાય:
રાજ્ય સરકારે આવતીકાલે કૃષિ પેકેજ જાહેર કરવા જઈ રહી છે. રાજ્ય સરકારની કૃષિ પેકેજ જાહેરાતથી કેટલાક ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર 13,000 રૂપિયાની સહાય અપાશે. ખેડૂતોને વધારેમાં વધારે 2 હેક્ટર નુકસાનીમાં સહાય આપવામાં આવશે.

રાજ્ય સરકારની કૃષિ પેકેજમાં 33% કરતા વધારે નુકસાન થયું હોય એવા ખેડૂતોને જ સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફક્ત આટલું જ નહીં પણ રાજ્ય સરકારે જામનગર, રાજકોટ, પોરબંદર તથા જુનાગઢ જિલ્લાના ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય લેવાયો છે કે, જેનાથી રાજ્યના ખેડૂતો રોષે ભરાયા છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લીધે રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા ભાવનગર સહિતના કેટલાક જિલ્લામાં ખેતીને ખુબ નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારોમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલી નુક્સાનીનો તાગ મેળવીને તેમને આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

સરકાર હાલમાં રાજ્યમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરે. SDRF પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી આશા રહેલી છે. નેચરલ કેલામીટી એકટ પ્રમાણે ખેડૂતોને વળતર આપવામાં આવે. આની ઉપરોક્ત ત્રણેય યોજનાઓનો લાભ આપ્યા પછી સરકાર વધારાનું આર્થિક પેકેજ જાહેર કરે તે યોગ્ય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…