વધતી-જતી મોંઘવારીનાં સમયમાં ઘરે બેઠા શરુ કરો આ બિઝનેસ, સરકાર આપે છે 90 ટકા સબસીડી

279
Published on: 11:38 am, Tue, 21 September 21

સતત વધતી જતી મોંઘવારીનાં સમયમાં જો તમારી નોકરીના ફિક્સ પગારથી આપને ઘર ચલાવવું અઘરું લાગતું હોય તો તમે વધારાની આવક મેળવવા માટે વ્યવસાય કરવાનું વિચારી રહ્યા હો તો તમે ખુબ ઓછા પૈસામાં તમારો પોતાનો વ્યવસાયની શરૂઆત કરી શકો છો. અમે આપને એક સુપરહિટ બિઝનેસ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ.

તમે આ વ્યવસાયમાંથી દર મહિને 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ બકરી ઉછેરના વ્યવસાયની. તમે આ વ્યવસાય મારફતે ઘરે બેઠા કમાણી કરી શકો છો. આપને જણાવી દઈએ કે, હાલમાં તેને કોમર્શિયલ વ્યવસાય માનવામાં આવે છે કે, જે દેશના અર્થતંત્ર તથા પોષણમાં અગત્યનો ફાળો આપે છે. બકરી ફાર્મ ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે તેમજ બકરી ઉછેરથી દૂધ, ખાતરના અનેક ફાયદા રહેલા છે.

સરકાર 90% સુધી આપશે સબસિડી:
આ વ્યવસાયની શરૂઆત કરવી ખુબ જ સરળ છે. તમે સરકારી સહાયથી પણ શરૂઆત કરી શકો છો. આપને જણાવી દઈએ કે, ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે તેમજ સ્વરોજગાર અપનાવવા માટે, હરિયાણા સરકાર દ્વારા પશુપાલકોને 90% સુધીની સબસિડી મળી રહી છે.

જયારે અન્ય રાજ્ય સરકાર પણ સબસિડી આપી રહી છે. ભારત સરકાર દ્વારા પશુપાલન પર 35% સુધીની સબસિડી મળી રહી છે. જો તમારી પાસે બકરી ઉછેરની શરૂઆત કરવા માટે પૈસા ન હોય તો પણ તમે બેંક પાસેથી લોન લઇ શકો છો. આમ, આપને ખુબ કમાણી થશે.

કેટલો ખર્ચ થશે?
આની શરૂઆત કરવા માટે તમારી પાસે જગ્યા, ચારો, તાજુ પાણી, જરૂરી મજૂરોની સંખ્યા, પશુ ચિકિત્સા સહાય, બજાર ક્ષમતા તેમજ નિકાસ ક્ષમતા અંગેની જાણકારી હોવી ખુબ જરૂરી છે. આપને જણાવી દઈએ કે, બકરીના દૂધથી લઈને માંસ સુધી ખુબ મોટી કમાણી થાય છે.

આપને જણાવી દઈએ કે, બજારમાં બકરીના દૂધની ખુબ મોટા પ્રમાણમાં માંગ રહેલી છે. જયારે બીજી બાજુ, તેનું માંસ શ્રેષ્ઠ માંસ પૈકીનું એક છે કે, જેની ઘરેલું માંગ ખૂબ વધારે માત્રામાં રહેલી છે. આ કોઈ નવો વ્યવસાય નથી તેમજ આ પ્રક્રિયા પ્રાચીન કાળથી ચાલતી આવી રહી છે.

કેટલી થશે કમાણી?
બકરી ઉછેરનો પ્રોજેક્ટ ખૂબ જ નફાકારક વ્યવસાય ગણવામાં આવે છે. એક અહેવાલ પ્રમાણે 18 જેટલા માદા બકરીઓ પર સરેરાશ 2,16,000 રૂપિયાની આવક મેળવી શકાય છે. આની સાથે-સાથે જ મેલ વર્ઝનમાંથી સરેરાશ 1,98,000 રૂપિયાની આવક મેળવી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…