
તમે ગાયના છાણનો ઉપયોગ કર્યો જ હશે, પરંતુ હવે વધતી જતી ટેક્નોલોજીને કારણે ગાયના છાણમાંથી અનેક ઉત્પાદનો બનાવવામાં આવી રહ્યા છે. હવે ગાયના છાણમાંથી અનેક પ્રકારના ઘર સજાવટના ઉત્પાદનો અને વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે.
ગાયના છાણના ફાયદા માટે વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે. આજે અમે તમારી સાથે ગાયના છાણમાંથી ટાઇલ્સ બનાવવાનો બિઝનેસ આઈડિયા શેર કરવા જઈ રહ્યા છીએ. ગાયના છાણમાંથી બનેલી ટાઈલ્સ દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે.
અત્રે ઉલેખનીય છે કે, ગાયના છાણથી બનેલી ટાઈલ્સ ઉનાળામાં એસીનું કામ પણ કરે છે, કારણ કે ગાયના છાણથી બનેલી ટાઈલ્સને કારણે રૂમનું તાપમાન 6 થી 8 ડિગ્રી ઘટી જાય છે. આ વ્યવસાય ગ્રામીણ અને શહેરી બંને જગ્યાએ સરળતાથી શરૂ કરી શકાય છે.
ગાયના છાણની ટાઈલ્સથી ઘરો બાંધીને લોકો શહેરોમાં પણ ગામડાં જેવા માટીના મકાનોનો આનંદ માણી શકે છે. જણાવી દઈએ કે ગાયનું છાણ ઘરની સાથે સાથે પર્યાવરણને પણ શુદ્ધ કરીને પ્રદૂષણ ઘટાડે છે, આ જ કારણ છે કે આજે પણ ગામડાઓમાં ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે.
ગાયના છાણની ટાઇલ્સ બનાવવા માટે સૂકું ગાયનું છાણ, નીલગિરીના પાંદડા, ચૂનો પાવડર, લાકડાનો ભૂકો, ચંદનનો પાવડર, કમળના પાનની જરૂર પડે છે. ગાયના છાણની ટાઇલ્સ બનાવવાની રીત ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ ગાયના છાણને 2-3 દિવસ તડકામાં બરાબર સૂકવી દો.
ત્યાર બાદ મશીનની મદદથી ગાયના સૂકા છાણનો પાવડર બનાવી લો. ત્યાર બાદ લાકડાનો ભૂકો, નીલ ગિરીના પાન, ચૂનો, કમળના પાન અને ચંદનનો પાવડર મિક્સ કરો. આના કારણે ઘરમાં પવિત્રતા અને ઠંડક જળવાઈ રહેશે.હવે મિક્સ કર્યા પછી પેસ્ટ તૈયાર કરો.
ત્યાર બાદ આ પેસ્ટને અલગ અલગ ટાઇલ્સ અથવા ઈંટ બનાવવાના મોલ્ડમાં મૂકો. ત્યાર બાદ તમારી ટાઇલ તૈયાર છે. ગાયના છાણમાંથી ટાઇલ્સ બનાવવાના વ્યવસાય માટે, તમારે ટાઇલ્સ બનાવવાની મશીનની જરૂર પડશે. આ માટે 50 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે. તમે બજારની માંગ પ્રમાણે તમારી આવક બમણી કરી શકો છો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…