નજીવા ખર્ચે ખેડૂતોએ શરુ કરી આ ખાસ ખેતી – હાલમાં દરમહિને થઇ રહી છે લાખોની કમાણી

114
Published on: 4:41 pm, Sat, 9 October 21

આજે આપને એક એવી ખેતી અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમાંથી તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છે. આ ખેતીની ખાસ વાત તો એ છે કે, તેમાં સરકાર દ્વારા 50%  સુધીની સબ્સિડી પણ મળી રહે છે. અહીં નોંધનીય છે કે, હાલમાં મોતીની ખેતી પર લોકો ધ્યાન દોરી રહ્યાં છે. જેની ખેતી કરીને લોકો લખપતિ બની ચૂક્યા છે.

મોતીની ખેતી માટે કઇ વસ્તુની જરૂર પડશે?
મોતીની ખેતી કરવા માટે એક તળાવ, છીપ કે, જેનાથી મોતી તૈયાર થાય છે તેમજ તાલીમ એમ મળીને કુલ આ 3 વસ્તુની જરૂર પડશે. તળાવ પણ તમે પોતે ખોદાવી શકો છો અથવા તો સરકાર દ્વારા 50% સબસીડી મળી રહી છે, જેથી એનો પણ લાભ લઇ શકો છો.

છીપ ભારતના અનેકવિધ રાજ્યોમાં મળી રહે છે. જો કે, દક્ષિણ ભારત તેમજ બિહારમાં આવેલ દરભંગાના છીપની ક્વોલિટી ખુબ શ્રેષ્ઠ હોય છે. જેની તાલીમ માટે પણ દેશમાં અમુક સંસ્થાઓ કાર્યરત રહેલી છે. મધ્ય પ્રદેશમાં આવેલ હોશંગાબાદ તથા મુંબઈથી મોતીની ખેતીની તાલીમ મેળવી શકાય છે.

જાણો કેવી રીતે મોતીની ખેતી કરવી?
સૌપ્રથમ છીપને એક જાળમાં બાંધીને 15 દિવસ સુધી તળાવમાં નાંખવામાં આવે છે કે, જેથી તે તેના પ્રમાણે હવામાન તૈયાર કરી શકે. બાદમાં તેને બહાર કાઢીને તેની સર્જરી કરવામાં આવતી હોય છે કે, જેમાં એક નાનું કણ નાંખવામાં આવે છે. બાદમાં છીપ લેયર બનાવવામાં આવે છે કે, જે આગળ જઈને મોતીનું સ્વરૂપ લઈ લે છે.

25,000 રૂપિયાથી કરો શરૂઆત:
એક છીપને તૈયાર થવામાં 25થી લઈને 35 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે. જ્યારે તૈયાર થય પછી એક છીપમાંથી 2 મોતી નિકળતા હોય છે તેમજ મોતી ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાતા હોય છે. જો ગુણવતા ખુબ ઉત્તમ હોય તો 200 રૂપિયાથી પણ વધારે ભાવ મળી શકે છે.

જો તમે એક એકરના તળાવમાં 25,000 છીપ નાંખો છો, તો તેના પર લગભગ 8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એવું માની લઈએ કે, તૈયાર થવાના ક્રમમાં કેટલાક છીપ ખરાબ થઇ જતા હોય છે તો પણ 50% થી વધારે છીપ સુરક્ષિત નિકળે છે. જેથી આસાનીથી 30 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…