
જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારા કામની આ ખબર છે. આજે અમે એવા બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ. જેના કારણે તમે દર મહિને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. હાલ કાર્ડબાર્ડની ખૂબ ડિમાન્ડ છે. કાર્ડબોર્ડની સૌથી વધુ જરૂરીયાત ઓનલાઈન બિઝનેસમાં હોય છે. કાર્ડબોર્ડની જરૂર આજકાલ મોટામાં મોટા અને નાનામાં નાના દરેક સામાનોના પેકિંગ માટે હોય છે.
આ બિઝનેસને શરૂ કરી તમને ઘણી કમાણી કરી શકો છો અને ખાસ વાત એ છે કે, તેની ડિમાન્ડ વર્ષો સુધી જેવી હોય તેવી જ રહે છે. આ બિઝનેસમાં મંદીનો સામનો કરવો પડે તેવી સંભાવના ખુબ ઓછી છે. તમે દર મહિને તેનાથી 5થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી કઈ રીતે કરી શકો?
રો મટેરિયલની વાત કરવામાં આવે તો આ બિઝનેસને શરૂ કરવા માટે સૌથી જરૂરી ક્રાફ્ટ પેપર છે. આ તમને બજારમાં લગભગ 40 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી મળી જાય છે. કહી દઈએ કે, તમારી પાસે ક્રાફ્ટ પેપર જેટલુ સારૂ હશે બોક્સની ક્વોલિટી પણ તેટલી જ સારી હશે.
તમારે લગભગ 5000 સ્ક્વેર ફૂટની જગ્યાની જરૂર પડશે આ બિઝનેસને શરૂ કરવા માટે કારણ કે, આ બિઝનેસમાં તમારે પ્લાન્ટ પણ લગાવવો પડશે. સાથે જ માલને મુકવા માટે તમારે ગોડાઉન પણ બનાવવું પડશે. કાર્ડબોર્ડ બોક્સનો બિઝનેસ તમને વધારે ભીડ વાળી જગ્યા પર શરૂ કરવો ન જોઈએ. કારણ કે એવામાં તમને સામાન લાવવા અને લઈ જવામાં ખુબ મુશ્કેલી પડી શકે છે. મોટાભાગે લોકો આ બિઝનેસને મોટા લેવર પર જ કરે છે.
આ બિઝનેસમાં બે પ્રકારના મશીનની જરૂર પડે છે. પહેલી Semi Automatic Machine અને બીજુ Fully Automatic Machine આ બન્નેમાં જેટલો ઈન્વેસ્ટમેન્ટનો ફરક હોય છે તેટલો જ આકારમાં પણ હોય છે.
આ બિઝનેસમાં આખા વર્ષમાં જો પ્રોફિટની વાત કરવામાં આવે તો તેની ડિમાન્ડ એક જેવી જ હોય છે અને કોરોના કાળમાં તો આ પ્રકારના બોક્સની ડિમાન્ડમાં ખૂબ જ તેજી જોવા મળી છે. નોંધનીયએ છે કે, આ વ્યવસાયમાં પ્રોફિટ માર્જીન પણ વધારે હોય છે. જો તમારામાં ગ્રાહક બનાવવાની ક્ષમતા છે અને તેના માટે તમે મોટુ માર્કેટિંગ કરો છો તો આ બિઝનેસ શરૂ કર્યા પછી તમને દર મહિને 10થી 15 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
રોકાણની વાત કરીએ તો જો તમે આ બિઝનેસને નાના લેવલ પર કરવા ઈચ્છો છો તો ઓછુ રોકાણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે, આ બિઝનેસમાં ઉપયોગ થતા મશીન મોંઘા હોય છે. જો તમે સેમી ઓટોમેટિક મશીન લો છો તો તમારે લગભગ 20 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું પડશે. જયારે ફુલ ઓટોમેટિક મશિન માટે તમારે લગભગ 50 લાખ રુપિયા સુધી ખર્ચ કરવો પડશે.