ઘવારીનાં આવા કપરા સમયમાં મોટાભાગના લોકોને પોતાનો બીઝનેસ કરવો પસંદ પડતો હોય છે ત્યારે હાલમાં અમે આપની માટે ખુબ ઓછા રોકાણેવધુ નફો રળી આપતા બિઝનેસને લઈ જાણકારી લઈને આવ્યા છીએ. આ બિઝનેસથી તમે ખુબ ઓછા પૈસામાં વધારે ફાયદો કમાઈ શકો છો.
બિસ્કિટ એકમાત્ર એવી વસ્તુ છે કે, જેની બારેમાસ ભારે માંગ રહેતી હોય ત્યારે આપને જણાવી દઈએ કે, આની માંગમાં ક્યારેય પણ ઘટાડો આવતો નથી. કોરોનાકાળમાં લોકડાઉન વખતે જયારે બધા જ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયા એ સમયે પાર્લે જી બિસ્કિટનું એટલું વેચાણ થયું હતું કે, છેલ્લાં 82 વર્ષનો રેકોર્ડ તુટ્યો હતો.
જો તમે બેકરી ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરવા માંગતા હો તો આની માટે મોદી સરકાર પણ તમને મદદ કરી રહી છે. મુદ્રા સ્કીમ અંતર્ગત બિઝનેસની શરુઆત કરવા માટે તમારે ફક્ત લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જયારે કુલ ખર્ચના 80% સુધી ફંડની મદદ સરકાર તરફથી મળી રહેશે. આની માટે સરકારે જ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે.
કેટલો ખર્ચ આવશે:
આ પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 5.36 લાખ રૂપિયા આવશે કે, જેમાં તમારી પાસેથી ફક્ત લાખ રૂપિયા લગાવવા પડશે. આ મુદ્રા સ્કીમ અંતર્ગત તમારું સિલેક્શન થાય છે. બેંકમાંથી ટર્મ લોન 2.87 લાખ રૂપિયા તેમજ વર્કિંગ કેપિટલ લોન 1.49 લાખ રૂપિયા મળી રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત તમારી પાસે 500 વર્ગફૂટ સુધી પોતાની જગ્યા હોવી જોઈએ. જો ન હોય તો રેન્ટ પર લઇને પ્રોજેક્ટ ફાઈલ સાથે બતાવવો પડશે.
કેટલો ફાયદો થશે?
સરકાર દ્વારા જે કોઈપણ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, એ પ્રમાણે 5.36 લાખ રૂપિયામાં કુલ વાર્ષિક ઉત્પાદન તેમજ તેના વેચાણનું અનુમાન આ રીતે લગાવી શકાય છે. આખા વર્ષ માટે 4.26 લાખ રૂપિયા જયારે આખા વર્ષમાં એટલા પ્રોડક્ટ બની જશે કે, તેના વેચાણ પર 22.38 લાખ રૂપિયા મળી રહેશે.
આપને જણાવી દઈએ કે, બેકરી પ્રોડક્ટની વેચાણ કિંમત બજારમાં મળતી બીજી આઈટ્મસના રેટના આધાર પર થોડી ઓછી કરીને નક્કી કરવામાં આવે છે. ગ્રોસ ઓપરેટિંગ પ્રોફિટ 6.12 લાખ રૂપિયા, એડમિનિસ્ટ્રેશન અને સેલ્સ પર ખર્ચ 70,000 રૂપિયા, બેન્કના લોનનું વ્યાજ 60,000 જયારે ચોખ્ખો નફો વાર્ષિક 4.2 લાખ રૂપિયા મળી રહેશે.
મુદ્રા સ્કીમમાં એપ્લાય કરો:
આની માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમે કોઈ પણ બેન્કમાં આસાનીથી એપ્લાય કરી શકે છે. આની માટે તમારે એક ફોર્મ ભરવું પડશે કે, જેમાં નામ, સરનામું, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, હાલની આવક તથા કેટલી લોન જોઈએ એ જાણકારી આપવાની રહેશે. જેમાં કોઈપણ પ્રોસેસિંગ ફી તેમજ ગેરંટી ફી આપવાની નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…