ખેડૂતો માટે ખુબ જ નફાકારક છે આ છોડની ખેતી- ત્રણ જ મહિનામાં થશે લાખોની કમાણી

178
Published on: 6:26 pm, Thu, 28 October 21

ખેડૂતો હાલમાં અનેકવિધ ફળ-ફૂલ તેમજ છોડની ખેતી કરતા થયા છે ત્યારે હાલમાં આવી જ એક ખુબ નફાકારક ખેતીને લઈ ખેડૂતો માટે જાણકારી લઈને આવ્યા છીએ. ખુબ ઓછા રોકાણમાં વધારે નફો મેળવવા માટે ખેડૂતો માટે આ છોડની ખેતી વરદાન સમાન છે. આ ખેતીમાં પૈસા પણ ખુબ ઓછા રોકવા પડશે તેમજ નફો વધુ થશે.

અહીં આજે અમે તમને એક એવા છોડની ખેતી અંગે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેની ખેતી તમે ઘરે બેઠા પણ કરી શકો છો. તુલસીની ખેતી એક એવો બિઝનેસ છે કે, જેને તમે ખૂબ ઓછા સમયમાં લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આવો જાણીએ વિગતે…

માર્કેટમાં વધી રહી છે તુલસીની માંગ:
બજારમાં તુલસીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજકાલ લોકોમાં ઈમ્યુનિટી પાવર વધવા માટે ખૂબ જાગૃતતા આવી છે. સાથોસાથ જ રોગ પ્રતિરાક ક્ષમતામાં વધારો કરતી આયુર્વેદિક અને પ્રાકૃતિક દવાઓ પણ બનાવવામાં આવી રહી છે કે, જેમાં તુલસીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરાઈ રહ્યો છે.

જાણો કઈ રીતે કરશો તુલસીની ખેતી?
તુલસીની ખેતી કરવા માટે જુલાઈ માસ સૌથી ઉત્તમ હોવાનું મનાય છે. સામાન્ય રીતે છોડને 45×45 સેમીના અંતરે લગાવવામાં આવે છે પણ RRLOC 12 તથા RRLOC 14 પ્રજાતિના છોડ માટે 50 x 50 સેમીની દૂરી જરૂરથી રખાય છે. આ છોડને લગાવ્યા પછી તરત જ થોડી સિંચાઈ જરૂરી બને છે.

યોગ્ય સમય પર કરો કાપણી:
તુલસીના છોડના પત્તા મોટા થવા પર આ છોડની કાપણી કરવામાં આવતી હોય છે. આ છોડમાં ફૂલ આવી જાય તો એમાં રહેલ કેલની માત્રા ઘટી જતી હોય છે, આની માટે આ છોડમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે જ તેની કાપણી કરવી જોઈએ. આ છોડની કાપણી 20 મીટરની ઉંચાઈથી કરવાનું યોગ્ય મનાય છે કે, જેનાથી છોડમાં જલ્દી નવી ડાળી આવી શકે.

15,000 રૂપિયાના રોકાણ પર થશે 3 લાખનો નફો:
આ ખેતીની સૌથી સારી ખાસિયત તો એ છે કે, તુલસીની ખેતી કરવા માટે તમને ખૂબ વધુ રોકાણની પણ જરૂર નહી પડે તેમજ વધુ જમીનની પણ જરૂર પડશે નહીં. તમે માત્ર 15,000 રૂપિયાનો ખર્ચ કરીને આ ખેતી શરુ કરી શકો છો તેમજ ધારો તો, કોન્ટ્રેક્ટ ફાર્મિગ મારફતે પોતાના વ્યાપારની શરૂઆત કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…