અમદાવાદના રસ્તા ઉપર અગરબત્તી વેચતા માસીના આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા- તમે જોયો કે નહિ?

2828
Published on: 6:07 pm, Fri, 11 March 22

વિશ્વમાં અમીર, મધ્યમ અને ગરીબ એમ ત્રણ વર્ગ છે. પરંતુ, પૈસા કમાવવાની ઈચ્છા દરેક વર્ગમાં જોવા મળે છે. ઘણા લોકો એવા હોય છે જે પૈસા કમાવવા માટે ખોટા કામો કરે છે. તો એવા ઘણા લોકો છે જે ભલે ઓછું કમાય પરંતુ પોતાની મહેનતથી કમાય છે.

હાલમાં અમદાવાદની આ જ માસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ માસી રસ્તા પર અગરબત્તી વેચતા જોવા મળે છે. સાથે જ તેના ગળામાં એક બોર્ડ પણ જોઈ શકાય છે. જેના દ્વારા આ માસી જણાવી રહ્યા છે કે, “મને મદદ કરો, મારી વસ્તુઓ ખરીદો, મને તમારી મદદની જરૂર છે.”

 

View this post on Instagram

 

A post shared by Ashish (@ashu.266)

આ વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “આ માસી મગજથી સક્ષમ નથી. એમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, આ માસીને કોઈકે છેતરીને 2000 રૂપિયા અને એમનો મોબાઇલ લઇ લીધો છે. આપણે પ્રયત્ન કરીએ કે, જેને જરૂર છે તેના ત્યાંથી અગરબત્તી લઈને ઘરમાં અગરબત્તી કરીએ. આપણે અમદાવાદીઓ પ્રયત્ન કરીશું થઇ શકે એટલી મદદ આ માસીને કરીએ.”

આ વીડિયો શેર કરવાની સાથે જ કેપશનમાં માસી જે જગ્યા ઉપર અગરબત્તી વેચી રહ્યા છે. જે સ્થળ પણ જણાવવામાં આવ્યું છે. વીડિયોમાં પણ તે સ્થળ વિશે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. વીડિયો અનુસાર આ માસી ભાઇકાકા હોલ નજીક, લો ગાર્ડનથી એલિસબ્રિજ નજીક અમદાવાદમાં સવારે 8 થી 12 અને સાંજે 5 થી 9 અગરબત્તી વેચી રહ્યા છે. આ વીડિયો દ્વારા માસીને મદદ કરવા માટે લોકોને જણાવવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…