લીલા મરચા ખાવાના ફાયદા જાણીને તમને વિશ્વાસ નહી આવે પણ આ છે હકીકત

Published on: 4:15 pm, Wed, 23 December 20

આમ તો લીલાં મરચાંનો સ્વાદ બહુ તીખો અને તમતમતો હોય છે પણ ઘણા લીલાં મરચાં એવાં હોય છે જે સ્વાદે બહુ તીખા નથી હોતા જેનાં લીધે આપણે તે મરચાં ખાઈ શકીએ છીએ. ભોજનમાં લીલાં મરચાનો વઘાર ભોજનનાં સ્વાદને બમણો કરી દે છે. આથી જ ભારતનાં લોકો ભોજનમાં તેનો વપરાશ સદીઓથી કરતા આવ્યા છે. લીલું મરચું ખાલી ખોરાકનો જ સ્વાદ નથી વધારતું પરંતુ મરચા ઔષધીનું પણ કામ કરે છે. મરચાંમાં શરીરનાં ઘણી રોગોને દૂર કરવાની શક્તિ હોય છે. જેના લીધે દરરોજ ભોજન સાથે એક લીલું મરચું ખાવું જરૂરી છે. તેનાંથી અનેક ફાયદા મળે છે. ચાલો આજ તમને જણાવી દઈએ મરચાંનાં ફાયદા વિશે જાણીએ.

લીલા મરચાંમાં બીટા કેરોટીન, એન્ટીઓક્સિડેન્ટ્સ તેમજ એડોર્ફિન્સ જેવાં તત્વો રહેલાં હોય છે. લીલાં મરચાંને ખોરાક સાથે લેવામાં આવે તો ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, સ્કિનમાં પણ ગ્લો આવી જાય છે. જે લોકોને નિરંતર શરદી તેમજ ખાંસીથી બીમાર રહેતા હોય તો તેઓ દરરોજ એક લીલું મરચું ભોજન સાથે ખાવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ આવી સમસ્યાઓ દૂર થાય છે.

લીલાં મરચાં ઈન્ફેક્શન દૂર કરવામાં મદદરૂપ થાય છે. મરચાંમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ રહેલાં હોય છે. જેનાં લીધે મરચાં દરરોજ ખાવાથી ઘણો ફાયદો થાય છે. લીલા મરચાને નિયમિત ખાવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત થાય છે.લીલુ મરચું શરીરનાં પાચનતંત્રમાં ઘણો સુધારો લાવે છે. શરીરમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. તેથી કબજિયાતને દૂર થાય છે.લીલુ મરચુંએ ઝડપથી પચી જાય છે. આ સાથે જ શરીરનાં પાચનતંત્રમાં પણ ઘણો સુધારો લાવે છે.

મરચાંમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. તેથી તે કબજિયાતને દૂર કરે છે.લીલુ મરચું પુરુષો માટે સારું ગણવામાં આવે છે. કેમ કે, મરચાં નિયમિત ખાવાથી પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો દૂર કરે છે. લોહીમાં હિમોગ્લોબિનની ખામી હોવાનાં લીધે દરરોજ ભોજનની સાથે લીલુ મરચુ ખાવા જોઈએ. અમુક જ દિવસોમાં આરામ મળી જશે. લીલુ મરચું ખાવાનાં લીધે મગજમાં એક અલગ પ્રકારનાં હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, આ હોર્મોન્સ તમારા મૂડને હળવો કરે છે. એક રિસર્ચ અનુસાર એ વાત બહાર આવી છે કે, લીલુ મરચું ખાવાથી ફેફસાનાં કેન્સર સામે બચાવ કરવામાં મદદ કરે છે. જો તમે સિગરેટ પીતા હોવ તો તમારે લીલું મરચું ખાવું જ જોઈએ.

વજન ઘટાડવામાં મદદરૂપ, લીલા મરચાનું સેવન કરવાથી વજન ઓછું થઈ શકે છે.કારણ કે લીલા મરચાનું સેવન કરવાથી શરીરની ચરબી જામતી નથી. આંખો માટે ફાયદાકારક, લીલા મરચાનું સેવન આંખો માટે પણ ફાયદાકારક છે કારણ કે લીલા મરચાની અંદર વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ હોય છે, જે આંખોના પ્રકાશને વેગ આપે છે.આ તત્વો આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે.નોંધ-આ માહિતી અમે તમને અન્ય હિન્દી ચેનલ પરથી અનુવાદ કરીને જણાવી રહ્યા છે.