પુરપાટ ઝડપે આવી રહેલી જીપે એકસાથે 6થી વધુ બાઈકનો વાળ્યો કચ્ચરણઘાણ – જુઓ અકસ્માતનો LIVE વિડીયો 

178
Published on: 6:59 pm, Fri, 2 September 22

ઓવરસ્પીડને કારણે અકસ્માતોની સંખ્યા ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે.  જામનગરના ટાઉનહોલ સર્કલ પર પૂરઝડપે જઈ રહેલી જીપે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માત બાદ જીપ ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે, અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર:
મળતી માહિતી અનુસાર, જામનગરમાં બેકાબૂ બનેલી જીપે રસ્તા પર પાર્ક કરેલી 6 જેટલી બાઈકને અડફેટે લીધી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે અકસ્માતમાં એક પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. શહેરમાં ધમધમતા વિસ્તાર ટાઉનહોલ પાસે જીપ ચાલકે વળાંક લેતી વખતે સ્ટેરિંગપરથી કાબૂ ગુમાવતા અનેક વાહનોને ઠોકડે ચડાવ્યાં હતા.

6 જેટલી બાઈકમાં ભારે નુકસાન:
જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અકસ્માતની ઘટના દરમિયાન સદનસીબે ત્યા કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. જોકે, 6 જેટલી બાઈકનું કચ્ચણઘાણ વળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…