દરરોજ 46 લીટર દૂધ આપે છે આ ભેંસ- સુરતના પશુપાલકે આટલા લાખમાં ખરીદી

Published on: 9:37 am, Mon, 11 October 21

સુરત શહેરમાં બન્નની લખટકિયા કુંઢી ભેંસની કિંમત હવે લાખો રૂપિયામાં પહોંચી ગઈ છે. આ ભેંસની ખાસિયતોના કારણે તેમના માલિકને સારી એવી કિંમત મળી રહી છે. હાલમાં ભુજના પશુપાલકે જેટલી કિંમતમાં કુંઢી ભેંસનું વેચાણ કર્યું છે તેટલી જ કિંમતમાં એક નાની મોટર કાર પણ ખરીદી શકાય છે.

જોવા જઈએ તો ભુજના કુનરીયાના પુશુપાલક ભરતભાઈ લખમણ ડાંગરની ‘ધાલુ’ 5 લાખ 11 હજાર રૂપિયામાં વેચાઈ છે. આ ભેંસ સુરત શહેરના માલધારી એવા કાળુભાઈ દેસાઈએ ખરીદી લીધી છે. પેઢીઓથી દલાલીનું કામ કરતા હુસૈન કુંભારે જણાવતા કહ્યું છે કે, તેઓ તેમના પિતાની જેમ વર્ષ 1998થી ભેંસોની દલાલીનું કામ કરતા આવે છે પરંતુ તેમણે આટલી કિંમતની ભેંસની દલાલી અગાઉ ક્યારેય નથી કરી.

આ ભેંસની ઓળખ અન્ય ભેંસો કરતા ખુબ જ ખાસ હોય છે, જેમાં તેના ગોળ શિંગડા, ટૂંકાં આંચળ, મોટી ગરદન, ટૂંકી પૂછડી વગેરે ખાસિયત હોય છે. આ ભેસ એક સમયમાં 23 લિટર જેટલું દૂધ આપે છે એટલે કે આ ભેસ બે ટાઈમમાં કુલ 46 લિટર જેટલું દૂધ આપે છે. કહેવાય છે કે, આ ભેંસને જ્યારે દૂધ માટે દોહવામાં આવતી હોય છે ત્યારે તે દોહવાની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ના થાય ત્યાં સુધી તેમના પગ ઊંચા કરતી નથી.

આ ભેંસને મોટી કિંમતે ખરીદનારા એવા સુરતના કાળુભાઈ જણાવતા કહે છે કે, તેમની પાસે કુલ 500 ગાય-ભેંસ છે. તેઓ અવાર-નવાર કચ્છથી ભેંસો ખરીદતા રહેતા હોય છે. કુંઢી ભેંસ ખરીદવા અંગે તેમણે જણાવતા કહ્યું છે કે, આવી ભેંસ ભાગ્યે જ ક્યારેક જોવા મળતી હોય છે. આ ભેંસની ઉંમર માત્ર 7 વર્ષની છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચની ઈન્ડિયન બ્રીડ રજિસ્ટ્રેશન કમિટીએ વર્ષ 2010માં બન્નીની કુંઢી ભેંસને અલગ બ્રીડ તરીકેની માન્ય આપી ચુક્યા છે.

આ પહેલા હરિયાણાના કુરક્ષેત્રમાં એક યુવરાજ નામના પાડાની કિંમત 7 કરોડ નોંધાઈ હતી. ઘણાં રિપોર્ટ્સમાં આ યુવરાજ નામના પાડાની કિંમત 9 કરોડો હોવાનું પણ જોવા મળ્યું હતું એટલે કે આ પાડાની કિંમત લક્ઝુરિયસ કાર કરતા પણ મસમોટી છે તેમ કહી શકાય. પ્રદર્શનમાં આ પાડાને રાજા મહારાજા જેવી ખાતરદારી કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, આ પાડો વર્ષે 40 લાખની કમાણી કરી આપતો હોવાનું પણ માનવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…