આપ સૌને જાણ હશે જ કે, આપણા દેશમાં મહિલાઓ માટે અખંડ સૌભાગ્યવતી થવાના વ્રત કરવા ચોથ દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવતું હોય છે ત્યારે આ વ્રત વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ સુખી-સંપન્ન લગ્ન જીવન માટે તેમની ઇચ્છાઓ પૂરી કરવા માટે નિર્જલા વ્રત રાખતી હોય છે. પંચાંગ પ્રમાણે વર્ષ 2021નો કરવા ચોથ વ્રત 24 ઓક્ટોબરે રખાશે.
કરવા ચોથ વ્રત આ માટે છે ખાસ:
આ વર્ષે કરવા ચોથ વ્રત રવિવારે પડી રહ્યું છે. હિન્દુ ધર્મમાં રવિવાર ભગવાન સૂર્યને સમર્પિત હોય છે ત્યારે રવિવારે ઉપવાસ કરવાથી સૂર્યદેવ ખૂબ પ્રસન્ન થાય છે તેમજ ભક્તો પર વિશેષ આશીર્વાદ વરસાવતા હોય છે. કરવા ચોથ વ્રત રવિવારે રાખવામાં આવશે.
આ વ્રત કરવાથી ભગવાન સૂર્યના આશીર્વાદ મળશે. સાથોસાથ એક એવી ધાર્મિક માન્યતા પણ રહેલી છે કે, સૂર્યની કૃપાથી ભક્તને દીર્ધાયુષ્યની પ્રતિ થતી હોય છે તેમજ તે તંદુરસ્તી પ્રાપ્ત કરે છે. કરવા ચોથ વ્રત પણ દીર્ધાયુષ્ય માટે રાખવામાં આવતું હોય છે. આવી સ્થિતિમાં રવિવારે કરવા ચોથ વ્રતનું મહત્વ ખુબ વધી જતું હોય છે.
ફક્ત આટલું જ નહીં પણ આ વર્ષ દરમિયાન કરવા ચોથ વ્રતની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે. આવી સ્થિતિમાં રવિવાર તેમજ રોહિણી નક્ષત્ર હોવાને લીધે વ્રત કરતી મહિલાઓને સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ મળી રહેશે. જેથી મહિલાઓને વિશેષ પુણ્ય મળશે.
કરવા ચોથ વ્રત પૂજા માટેનું શુભ મુહૂર્ત:
જ્યોતિષ પ્રમાણે આ વર્ષે રોહિણી નક્ષત્રમાં ચંદ્ર નિકળશે તેમજ આ વ્રતની પૂજા આ નક્ષત્રમાં કરાશે. કાર્તિક કૃષ્ણ પક્ષની ચતુર્થી તીથિ 24 ઓક્ટોબર વર્ષ 2021ના રોજ રવિવારની સવારે 3 કલાકને 1 મિનિટેથી શરૂ થશે. આ તીથિ બીજા દિવસે 25 ઓક્ટોબરની સવારે 5:43 વાગ્યે પૂર્ણ થશે.
કરવા ચોથના દિવસે ચંદ્ર નિકળવાનો સમય સવારે 8.11 વાગ્યે રહેલો છે. જેથી આ પૂજા માટેનો શુભ મુહૂર્ત 24 ઓક્ટોબર, 2021ના રોજ 06:55થી લઈને 08:51 વાગ્યા સુધીનો રહેશે. આ સમયમાં પૂજા કરી જ નાંખવી નહી તો કઈક અશુભ થઈ શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…