લ્યો બોલો: મહિલાઓ રાખી શકશે એકથી વધારે પતિ

Published on: 7:25 pm, Sun, 4 July 21

દક્ષિણ આફ્રિકાની સરકાર તેના એક વિવાદિત પ્રસ્તાવના કારણે ખુબ જ ચર્હ્ચ્માં છે. આ નિયમ મુજબ મહિલાઓ એકથી વધુ પતિ રાખી શકે છે. આ દેશમાંપુરુષો માટે પહેલાથી જ એકથી વધુ લગ્ન કરવાની સિસ્ટમ છે અને હવે સરકાર મહિલાઓ માટે પણ આવું જ કંઈક કહેવા માંગે છે.

જોકે, દક્ષિણ આફ્રિકાના અમુક સંગઠનો આ નિર્ણય અંગે ગુસ્સે છે. જાણીતા ઉદ્યોગપતિ અને ટીવી વ્યક્તિત્વ મુસા માસેલેકુ આ પ્રસ્તાવના વિરોધમાં ઊભા થયા છે. તેમણે કહ્યું છે કે જો આ પ્રસ્તાવ કાયદો બનશે તો દક્ષિણ આફ્રિકાની સંસ્કૃતિનો અંત આવશે. મુસા આ કિસ્સામાં કહે છે કે સ્ત્રીઓ ક્યારેય પુરુષોનું સ્થાન લઈ શકતી નથી. આ સિવાય તેમણે એમ પણ પૂછ્યું હતું કે આ કાયદો પસાર થયા પછી મહિલાઓ પુરુષો માટે લોબોલા પ્રસ્તાવ મૂકશો ?

લોબોલાને આફ્રિકન સંસ્કૃતિમાં કન્યા ભાવ કહેવામાં આવે છે જે પુરુષો દ્વારા ચૂકવવામાં આવે છે.મુસાએ પણ પૂછ્યું કે આવા સંબંધોમાં બાળકોની હાલત શું થશે. તેમણે કહ્યું કે, જો પુરુષ એક કરતા વધારે લગ્ન કરે છે તો તે એક પ્રચલિત પ્રથા છે પરંતુ જો સ્ત્રી એક કરતા વધારે લગ્ન કરે છે તો પુરુષો તે સહન કરી શકશે નહીં કારણ કે તે ખૂબ જ ઈર્ષાળુ સ્વભાવ ના હોય છે. અને સમાજ બરબાદ થઈ જશે.

રિયાલિટી ટીવી સ્ટાર મૂસા, જોકે તેની ચાર પત્નીઓ છે પરંતુ મહિલાઓ માટેના એક કરતા વધારે લગ્નના કાયદામાં તેને સમસ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે આ દરખાસ્ત દક્ષિણ આફ્રિકાના ગૃહ વિભાગ એ કરી છે અને તેને ગ્રીન પેપરમાં સમાવિષ્ટ કરવાની માંગ પણ કરાઈ છે.

ઈન્ડિપેન્ડન્ટના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આફ્રિકન ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પાર્ટીના નેતા કેનેથ મેસોહોએ પણ કહ્યું હતું કે આ સમાજને નષ્ટ કરશે. આ અંગે પ્રોફેસર કોલિસ મેકોનું નિવેદન પણ ખૂબ જ રસપ્રદ હતું. તેમણે કહ્યું કે આફ્રિકન સમાજ ના લોકો સાચા અર્થમાં સમાનતા માટે તૈયાર નથી. અમે નિયંત્રિત કરી શકતા નથી તે સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તવું તે અમે જાણતા નથી.