
Mysterious death of B.Tech student: 20 વર્ષીય બી.ટેક સ્ટુડન્ટનું સ્વિમિંગ પુલમાં નહાવા પડ્યા બાદ રહસ્યમય રીતે મોત હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સ્વિમિંગ માટે ઉતર્યાની થોડીક સેકન્ડ બાદ તે ખરાબ રીતે પીડાવા લાગ્યો હતી અને અચાનક ડૂબવા લાગ્યો હતો. અત્રે ઉલેખનીય છે કે ઘટના સમયે મૃતક યુવકના પિતા પણ સ્વિમિંગ પૂલની બાજુમાં જ હાજર હતા.
તેને તરત જ પૂલમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. મળેલી માહિતી અનુસાર મામલો અલવરના અરવલી વિહાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં બનેલા સ્વિમિંગ પૂલમાં મંગળવારે સવારે 8 વાગ્યાનો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
એક મહિનાથી સ્વિમિંગ કરવા આવી રહ્યો હતો
સ્વિમિંગ કોચ અંજના શર્માએ જણાવ્યું કે NEBના રવિન્દ્ર ગુપ્તાનો 20 વર્ષનો પુત્ર યશ ગુપ્તા છેલ્લા લગભગ એક મહિનાથી સ્વિમિંગ માટે આવી રહ્યો હતો. તેના પિતા પણ સાથે આવતા હતા. મંગળવારે સવારે 8 વાગ્યાની આસપાસ યશ પૂલની અંદર લગભગ ચાર ફૂટ ઊંડા પાણીમાં ઠોકર ખાવા લાગ્યો હતો.
बीटेक की पढ़ाई कर रहा बेटा पिता के सामने ही स्विमिंग पूल में डूब गया pic.twitter.com/8S7AcOt46B
— Ola Movie (@ola_movie) June 7, 2023
યશ અચાનક જ પૂલમાં પડી ગયો હતો, ત્યારબાદ ત્યાં હાજર લોકોએ યશને બહાર કાઢ્યો અને તેનું હૃદય પંપ કર્યું. આ પછી તેને સોલંકી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મળેલી માહિતી અનુસાર યશ MITRC કોલેજમાં B.Tech બીજા વર્ષનો વિદ્યાર્થી છે. પિતા રવિન્દ્ર ગુપ્તા બિઝનેસમેન છે. યશના પરિવારમાં તેનો એક મોટો ભાઈ પણ છે.
પરિવારે કહ્યું- કોઈ ગંભીર બીમારી નથી
કોચે જણાવ્યું કે યશને પાણીમાંથી બહાર કાઢતા જ તેના નાકમાંથી પીળા રંગનું પ્રવાહી નીકળી રહ્યું હતું. તેણે જણાવ્યું કે એક મહિના પહેલા જ્યારે તે સ્વિમિંગ શીખવા આવ્યો ત્યારે સંબંધીઓએ કહ્યું હતું કે તેની દવા ચાલી રહી છે. તે સમયે પિતાએ કહ્યું હતું કે તે ડોક્ટરની સલાહ લીધા પછી જ તેને સ્વિમિંગ કરાવશે. જોકે, પરિવારના લોકોએ કયો રોગ હતો તે જણાવ્યું ન હતું.
પરંતુ થોડા દિવસો પછી પિતાએ કહ્યું કે તે તરી શકે છે અને તેને કોઈ ગંભીર બીમારી નથી. તે જ સમયે સોલંકી હોસ્પિટલના ડો. એ.કે. સોલંકીએ જણાવ્યું કે જ્યારે યશને અમારી પાસે લાવવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. આવી સ્થિતિમાં શક્ય છે કે તેના કારણે તેનું મૃત્યુ થયું હોય.
અલવરની રાજીવ ગાંધી હોસ્પિટલના મેડિકલ જ્યુરિસ્ટ ડૉ.કે.કે.મીનાએ તેને હાર્ટ એટેક આવ્યું હોવાનું નથી કહ્યું. તેમનું કહેવું છે કે ફેફસામાં પાણી મળી આવ્યું છે અને ફેફસાને પણ ચેપ લાગ્યો છે. જો કે મોતનું સાચું કારણ એફએસએલ રિપોર્ટ પરથી જ જાણી શકાશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…