સોમનાથ મંદિરમાં ખુલ્યા કુબેરના ભંડાર- ફક્ત શ્રાવણ માસમાં સેકંડો ભાવિકોએ એટલું દાન કર્યું કે, કરોડોમાં પહોચ્યો આંકડો

Published on: 12:41 pm, Wed, 15 September 21

સોમનાથ (ગુજરાત): ભારત (India) નું સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (Somnath Temple) માં શ્રાવણ મહિનામાં (Somnath Darshan in Shravan) જાણે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. કોરોના મહામારી બાદ ખુબ લાંબા સમય પછી ઘરોમાં રહીને કેટલાય પરિવારો સોમનાથ આવ્યા હતા.

સોમનાથ તીર્થની અર્થવ્યવસ્થામાં શ્રાવણ માસમાં અનેકવિધ દાતાઓ દ્વારા 66 જેટલા સોનાના કળશ પણ મળ્યા છે. અત્યાર સુધીમાં કુલ 400 જેટલા કળશ મંદિર પર ચડાવવામાં આવ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીના કેસમાં ઘટાડો થતા 12 જ્યોતિર્લિંગ પૈકીના સોમનાથમાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

જયારે સોમનાથ મંદીર શ્રાવણ માસમાં દર્શન માટે ખુલ્લું હોવાથી ભાવિકોને આરતીમાં પ્રવેશ બંધ હતો તેમ છતાં રાજ્ય તેમજ સમગ્ર દેશમાંથી મોટા પ્રમાણમાં ભાવિકો, પ્રવાસીઓ સૌરાષ્ટ્રમાં આવ્યાં હતાં. ફક્ત શ્રાવણ માસમાં જ સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શનાર્થે 8 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. જયારે છેલ્લા 2 વર્ષથી ચાલતા કોરોના મહામારીથી સોમનાથ ટ્રસ્ટને પણ નહિવત આવક થઈ હતી.

જેની સામે મહામારી પછી એક નવી ચેતનાનો સંચાર થયો છે તેમજ 8 લાખથી વધારે ભાવિકો સોમનાથ આવ્યા ત્યારે સોમનાથમાં દાન પુણ્ય તેમજ અન્ય આવકમાં પણ ભુતકાળ કરતા અનેક ગણી આવકમાં વધારો થયો છે તેમજ ટ્રસ્ટને 8 કરોડ જેટલી આવક પણ મળી છે.

જયારે  સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલીત અનેકવિધ અતિથિગૃહો કે, જેમાં વ્યાજબી ભાવે ઉત્તમ સુવિધાઓ મળે છે તેમજ જમવા માટે પૌષ્ટિક ગુજરાતી થાળી, તેમજ નવો વોક વે, મ્યુઝિયમ સહિતની આવકમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે. જયારે 403 જેટલા ધ્વજા રોહણ, 74 સવાલક્ષ બીલ્વપુજાઓ, ગોલખપેટી માં 1.76 કરોડ, અનેકવિધ પુજાઓના 1.5 કરોડ, પ્રસાદીની આવક 2.65 કરોડ થઈ છે.

આની સાથે જ 50 લાખ રૂપિયાનું દાન મળ્યું છે. જયારે નવા બનેલ વોક વેની આવક 1.5 કરોડ, ભોજનાલયોમાં 78 લાખ, ગેસ્ટ  હાઉસમાં 94 લાખની આવક થઈ છે. જયારે મંદિર પર 66 સોનાના કળશોનું પણ દાન મળ્યું છે. જો કે, આમ જોઈએ તો કોરોનાને લીધે દેશભરમાં મંદિરો સહિત પ્રયટક સ્થળો પર પ્રતિબંધ હોવાથી લાંબા સમય ગાળા દરમિયાન ચાલે લોકડાઉનથી લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા.

ગત વર્ષ દરમિયાન શ્રાવણ માસમાં જ ફક્ત 1.80 લાખ ભાવિકો જ સોમનાથના દર્શને આવ્યા હતા તેમજ સોમનાથ ટ્રસ્ટને ફક્ત 2.5 કરોડની જ આવક થઈ હતી. જો કે, ચાલુ વર્ષ દરમિયાન કોરોનાનો થોડો ભય ઓછો થતા આવક અને યાત્રિકો બન્નેમાં વધારો જોવા મળ્યો છે. જો કે, આવક સામે ચાલુ વર્ષ દરમિયાન શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટને યાત્રી સુવિધાઓમાં કુલ 5 કરોડનો ખર્ચ થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…