‘RRR અને KGF જેવી ફિલ્મો બનાવો પછી અમારા અભિનેતાઓ વિમલ ગુટખા જ વેચેને’ – જાણો કયા સ્ટાર્સે કહ્યું?

298
Published on: 5:25 pm, Thu, 19 May 22

છેલ્લા ઘણાં બધા સમયથી તમે જોતા હશો કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કોરોના મહામારી પછી મંદી જેવો માહોલ આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે ઘણી બધી હિન્દી ફિલ્મો કોરના બાદ કશું ઉકાળી શકી નથી ધીરે ધીરે હવે રીમેક ફિલ્મોને કારણે લોકો હવે ફિલ્મો કરતા સીરીઝ જોવાનું વધારે પસંદ કરી રહ્યા છે અને ધીરે ધીરે યુવા વર્ગ હોલીવુડની ફિલ્મો પર્ત્યે વધારે રસ દાખવતા થયા છે.

જણાવી દઈએ તમને કે હાલ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં બોલીવુડના ફિલ્મોની ઘટતી જતી પ્રશંશાને લઈને ઘણાં બધા અભિનેતાઓ નિવેદન પણ આપ્યા કરતા હોય છે. અને ઘણાં બધા અભિનેતાઓ અને કલાકારો મૂંગે મોઢે બધું સહન કરતા રેહતા હોય છે. આમ તો બોલીવુડમાં ખુબજ અમીર અભિનેતાઓ છે તો બોલીવુડમાં અભિનયથી દિલ જીતીને સફળ બનેલા અભિનેતાઓ પણ છે. ત્યારે હાલ અભિનેતા અક્ષય કુમાર ચર્ચામાં આવ્યા છે.

બોલિવૂડ પ્લેયર ઉર્ફે એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં ચર્ચામાં છે. રસપ્રદ વાત એ છે કે તે તેની કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ તમાકુની જાહેરાતોને કારણે ચર્ચામાં છે. અક્ષય કુમાર તમાકુની જાહેરાત કરીને ખરાબ રીતે ફસાઈ ગયો છે. લોકો તેમણે ખુબજ આદર્શ માનતા હતા અને ભારતદેશમાં ઘણાં બધા યુવાનો અભિનેતા અક્ષય કુમારને અનુસરતા પણ હતા અને તેમણે ઘણી બધી હેલ્થ ટીપ્સ તેઓ પોતાની લાઇફમાં પણ અજમાવતા હતા ત્યારે અક્ષય કુમારે ગુટખાની એડ કરીને લાખો ફેન્સને નિરાશ કર્યા છે.

જ્યારથી અક્ષય કુમારે શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે તમાકુ બ્રાન્ડની જાહેરાત શૂટ કરી છે. ત્યારથી તે વિવાદોમાં ફસાયેલી છે. અક્ષયને બોલિવૂડનો સૌથી ફિટ મેન માનવામાં આવે છે. તે જ સમયે, ઘણા યુવાનો તેમને તેમના પ્રેરણા તરીકે વર્ણવે છે. આ જ કારણ છે કે લોકોને તેમની તમાકુની જાહેરાત પસંદ ન આવી. જોકે, વિવાદ વધતો જોઈને અભિનેતાએ માફી માંગી લીધી છે. આ દરમિયાન બોલિવૂડના દિગ્ગજ કલાકાર સૌરભ શુક્લાની પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

જણાવી દઈએ તમને કે સૌરભ મિશ્રા કોઈ નાની વ્યક્તિ નથી બોલીવુડમાં તેમનું ખુબજ મોટું નામ છે અને તેમના સબંધો ખુબ મોટા મોટા વ્યાક્તિઓ સાથે છે તમને નહિ khbr હોય પણ રેઇડ, જોલી એલએલબી, તડપ, પીકે અને બરફી જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પીઢ અભિનેતા સૌરભ શુક્લાએ પણ બોલિવૂડ સ્ટાર્સને ટોણા માર્યા છે. તમાકુના વિવાદ વચ્ચે અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તે તમાકુનું સેવન કરનારા સ્ટાર્સને ટોણો મારતો જોવા મળે છે.

તમાકુની જાહેરાતમાં કામ કર્યા બાદ અભિનેતા અક્ષય કુમારને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ જોઈને તેણે સ્પષ્ટતા કરતા લોકોની માફી માંગી. અભિનેતાએ સોશિયલ મીડિયા પર માફી માંગી છે. અને હવે અક્ષય કુમાર ભવિષ્યમાં ક્યારેય આ પ્રકારની એડમાં જોવા નહિ મળે તેવી ખાતરી આપી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…