શું તમને પણ ઉનાળાની ઋતુમાં સોડા પીવી ગમે છો? તો એક વખત જરૂરથી વાંચી લેજો આ સમાચાર

545
Published on: 6:06 pm, Mon, 28 March 22

ઉનાળો આવી ગયો છે અને આ ગરમીની મોસમમાં લોકો સોડા પીવાના શોખીન બની જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે સોડા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજે અમે તમને એવા જ નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ..

– સોડા માત્ર તમારા દાંતમાં સડો જ નથી કરતું, પરંતુ તેમાં રિફાઈન્ડ શુગરની વધુ માત્રા કેલરીની માત્રા વધારીને સ્થૂળતા વધારવાનું કામ કરે છે.
– સોડા ઉપરાંત જે બોટલ કે ડબ્બામાં પીવાની સોડા બજારમાં મળે છે તે પણ હાનિકારક છે. વાસ્તવમાં, તેમાં ઝેરી કેમિકલ બિસ્ફેનોલ હોય છે જે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

– સોડામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે અને તેમાંથી માત્ર 20 ઓન્સ લગભગ 20 ચમચી ખાંડની સમકક્ષ હોય છે.
– સોડા કિડનીના કાર્યને ઘટાડે છે.
– સોડા ડાયાબિટીસનું જોખમ 25 ટકા વધારી દે છે.

– સોડામાં જોવા મળતું ફોસ્ફોરિક એસિડ તમારા હાડકામાં હાજર કેલ્શિયમને દુર કરે છે.
– જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે દરરોજ સોડાનું સેવન કરવું ખરાબ છે.
– સોડાનું વધુ પડતું સેવન અસ્થમા અને શ્વસનતંત્રને અસર કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…