CCTV માં કેદ થયો ખૌફનાક અકસ્માત- આ વિડીયો જોઇને આત્મા કંપી ઉઠશે

Published on: 6:07 pm, Tue, 30 November 21

દેશમાં દરરોજ કેટલાય અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. રિપોર્ટ કહે છે કે, કોરોના થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા કરતા અકસ્માતથી મૃત્યુ થતા લોકોની સંખ્યા વધારે છે. હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં બે નિર્દોષો પોતાનો જીવ ગુમાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાલ સોશિયલ મીડિયામાં આ અકસ્માતનો વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, બે વ્યક્તિઓ રોડ ક્રોસ કરી રહ્યા છે અને રોડ ક્રોસ કરતાં કરતાં મધ રસ્તે ડિવાઇડર પર ઉભા રહે છે. ત્યાં અચાનક પુરપાટ ઝડપે એક કાર આવે છે અને બંને જોરદાર ટક્કર મારે છે. ટક્કર એટલે ભયાનક હતી કે, આ બંને વ્યક્તિઓ 10 ફૂટ ઊંચે હવામાં ઉછાળીને જમીન પર પટકાય છે. આ ઘટનામાં ટોટલ ચાર લોકોના મોત થાય છે અને સાથે કેટલાય લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. હૃદય કંપાવનારી આ ઘટનાનો વીડિયો પણ સીસીટીવીમાં કેદ થયો છે.

વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે, બે યુવકો હાઇવે ક્રોસ કરી રહ્યા છે અને બરાબર ડિવાઈડર ની વચ્ચે ઉભેલા છે. અચાનક આ સમયે વચ્ચે એક કાર ચાલક પોતાનો કાબૂ ગુમાવે છે અને ગંભીર અકસ્માત સર્જાય છે. બે વ્યક્તિઓ ડીવાઈડર ઉપર ઊભા છે અને અચાનક પુરપાટ ઝડપે કાર આવીને તેને ટક્કર મારે છે. ટક્કર એટલી ભયંકર હતી કે જેના કારણે આ બંને વ્યક્તિઓ 10 ફૂટ હવામાં ફંગોળાઈને નીચે પટકાય છે. આ બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે. કાબુ ગુમાવનાર કારમાં કુલ બે વ્યક્તિઓ હતા. આ બંને વ્યક્તિઓના પણ અકસ્માત દરમિયાન કરૂણ મોત થાય છે.

આ ઘટના દરમિયાન વીડિયોમાં સાફ દેખાય છે કે, આ ઘટના સ્થળથી થોડે દૂર ઊભેલો એક બાઈક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. અકસ્માતમાં કારનો કાટમાળ ઘટના સ્થળથી થોડે દૂર ઊભેલા આ વ્યક્તિને વાગે છે જેના કારણે તે જાગ્રત થાય છે. ઘટના સર્જાતાં જ ત્યાંના સ્થાનિક લોકો અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બચાવવા દોડે છે.

મળતી માહિતી અનુસાર જે કારે અકસ્માત સર્જાયો હતો, તે કારમાં ટોટલ પાંચ લોકો સવાર હતા. નસીબે 5 લોકોમાંથી ત્રણ લોકો બચી જાય છે પરંતુ બે લોકોના કરૂણ મોત થાય છે. આકારમાં દારૂની તૂટેલી બોટલો પણ મળી આવે છે. હાલ પોલીસ આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…