અર્ધ નિંદ્રાને કારણે થઈ શકે છે મોત અને વધે છે ભયંકર બીમારીઓનો ખતરો

Published on: 6:01 pm, Sat, 17 July 21

દરેક વ્યક્તિને માટે પૂરતી ઊંઘ જરૂરી હોય છે. ડોક્ટર પણ સામાન્ય માણસને 6-8 કલાકની ઊંઘ લેવાનું કહે છે. પૂરતી ઊંઘ લેવાથી બોડી ક્લોક સારી રહે છે અને તેનો પ્રભાવ જીવનશેલી પર પડે છે. રાતે સારી ઊંઘ ન આવે તો શારિરીક અને માનસિક સમસ્યાઓ થાય છે. એક રિપોર્ટમાં કહેવાયું છે કે જે લોકો રાતે સારી રીતે સૂઈ શકતા નથી કે ઓછી ઊંઘ લે છે તેમને ડિમેન્શિયાનો ખતરો રહે છે. આ સિવાય બોડી ક્લોક પર પણ વિપરિત અસર થાય છે અને અનેક સમસ્યાની સાથે ગંભીર બીમારીઓ આવે છે જે મોતનું કારણ બની શકે છે.

પૂરતી ઊંઘ જીવનનો એક ખાસ હિસ્સો છે
એક રિપોર્ટમાં કહેવાયું છે કે રાતની પૂરતી ઊંધ જીવનનો એક ભાગ છે. ન્યૂરોલોજિકલ સિસ્ટમને કાયમ રાખવામાં તે મહત્વનો ભાગ ભજવે છે અને સાથે મોતનો ખતરો ઘટે છે. વિશ્વમાં ઓછી ઊંઘ લેનારા લોકોનું મોત જલ્દી થવા માટે ડિમેન્શિયાને જવાબદાર માનવામાં આવે છે.

શું કહે છે વર્લ્ડ સ્લીપ સોસાયટી
આ રિપોર્ટમાં કહેવાયું છે કે વિશ્વની 46 %જનસંખ્યા ઓછી ઊંઘની સમસ્યા અનુભવે છે અને સાથે તે ખતરનાક પણ છે. 5-6 કરોડ અમેરિકી નાગરિકો સ્લીપ ડિસઓર્ડર, સ્લીપ એપ્નિયા, ઈસોમેન્યા અને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમનો શિકાર છે. સીડીએસએ તેને પબ્લિક હેલ્થ પ્રોબ્લેમ જણાવ્યો છે. આનું કારણ છે કે ઓછી ઊંઘના કારણે શુગર, સ્ટ્રોક, કાર્ડિયોવૈસ્ક્યુલર બીમારીનો શિકાર અને ડિમેન્શિયાનો શિકાર પણ બને છે.

એક્સપર્ટ શું કહે છે ?
એક્સપર્ટ કહે છે કે આ સ્ટડીને માટે વર્ષ 2010થી 2017 સુધીના અનેક લોકોની સ્લીપિંગ હેબિટનો ડેટા લેવાયો છે અને સાથે તેની તપાસ કરાઈ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જે લોકોને અનિંદ્રાની ફરિયાદ હતી તેઓએ રોજ રાતે ઊંઘની સમસ્યાનો સામનો કર્યો છે. ઉલ્લેખનીય છે કે જર્નલ ઓફ સ્લીપ રિસર્ચમાં છપાયેલા આ શોધનું વિશ્લેષણ નેશનલ હેલ્થ એન્ડ એજિંગ સ્ટડી દ્વારા કરાયું છે.

તેથી આ રિપોર્ટ માં દર્શાવવામાં આવ્યું કે જે લોકો ઊંઘ બરાબર ન લેતા હોય તેવા લોકો ને મોત પહેલા આવી જાય છે.