15 જેટલી ગગનચુંબી ઇમારતોને આંખોનાં પલકારે પાડી દેવાઈ- આ વિડીયો જોઇને ભલભલા બોલી ઉઠશે કે, ઓ બાપ રે!

231
Published on: 11:31 am, Sat, 9 October 21

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટલાક આશ્વર્યજનક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. ચીનમાં એકસાથે 15 ગગનચુંબી ઈમારતોને ખંડિત કરવાનો વીડિયો સોસિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

આ બિલ્ડીંગ ખુબ લાંબા સમયથી નિર્માણાધીન હાલતમાં હતી. કામ પૂર્ણ ન થવાને લીધે તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી. સરકારની આ કાર્યવાહીનો વિરોધ પણ થયો છે. કેટલાક લોકો તેને પૈસાની બરબાદી જણાવી રહ્યા છે. યુનાના પ્રાંતમાં આવેલ આ ઈમારતોને વિસ્ફોટકોની મદદથી પાડવામાં આવી છે.

આ ઈમારતોને પાડવા માટે કુલ 4.6 ટન વિસ્ટોફકનો ઉપયોગ કરાયો હતો તેમજ કુલ 45 સેકન્ડમાં ગગનચુંબી ઈમારતોનો કાળમાળ બની ગઈ હતી. આ કાર્યવાહીને અંજામ આપતી વખતે આસપાસના લોકોને ખાસ ધ્યાન રાખવા માટે જણાવાયું હતું. ઈમારતો પડે એના પહેલા આસપાસની દુકાનો બંધ કરવાનું જણાવાયું હતું.

એકસાથે 2,000 કર્મચારીઓ તૈનાત રહ્યા હતા:
અહીં 2,000 જેટલા કર્મચારીઓને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. કોઈપણ જાતની ઈમરજન્સી આવે તો તેની નિપટાવવા તેમને રખાયા હતા. એવું કહેવામાં આવે છે કે, યુનાના પ્રાંતના કનમિંગમાં Liyang Star City Phase II Project હેઠળ આ ઈમારતો બનાવાઈ હતી.

એકસાથે 15 જેટલી ગગનચુંબી ઈમારતો પાડી દેતા આસપાસના વિસ્તારમાં ઘૂળની ડમરીઓ ઉડવા લાગી હતી તેમજ ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, ઈમારતોમાં 8,500 બ્લાસ્ટીંગ પોઈન્ટ્સ પર 4.6 ટન વિસ્ફોટક રાખવામાં આવ્યો હતો. આ મિશનને પારપ પાડવા માટે 8 જેટલી ઈમરજન્સી બચાવ ટીમ બનાવીને 2,000 જેટલા કર્મચારીઓને તૈનાત કરાયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…