દીકરાના મૃતદેહને ખોળામાં લઈ હૈયાફાટ રુદન કરતી રહી માતા અને અચાનક જ સર્જાયો ચમત્કાર

Published on: 11:12 am, Sun, 5 September 21

સોસિયલ મીડિયા પર અનેકવિધ આશ્વર્યજનક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક સમાચાર સામે આવ્યા છે. આપણે એવી કેટલીક ઘટના જોઈતા હોઈએ છીએ કે, કેટલીક બાબતો ચોંકાવનાર હોય છે. આવો જ એક કિસ્સો હરિયાણામાં આવેલ બહાદુરગઢમાં બન્યો હતો.

આ ગામના એક પરિવારમાં રહેતા એક દીકરાને ટાઇફોઇડ થતા તેના માતાપિતા સારવાર અર્થે દિલ્હીમાં લઈ જવામાં આવ્યા હતા. અચાનક જ એવું થયું કે, બાળક વધુ બીમાર થતા ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરી દેવાયો હતો. જેથી તેના પરિવારજનો બાળકના મુતદેહ લઈને ઘર બાજુ આવી રહ્યા હતા.

આને જોઈ પરિવારજનો તથા તેની માતા પણ ધ્રુસકેને ધ્રુસકે રડવ લાગી હતી. જ્યારે એની માતા અવારનવાર તેના બાળકને પ્રેમથી ધ્રુજાવતી હતી તેમજ તેને જીવંત રહેવા માટે બોલાવતી હતી. આટલામાં જ અચાનક થયું એવું કે, આ બાળકના શરીરનું હલનચલન થવા લાગ્યું હતું.

પિતા હિતેશે ચાદરના પેકિંગમાંથી બાળકનો ચહેરો બહાર કાઢ્યો તેમજ તેને તેના મોં દ્વારા શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું જયારે પાડોશમાં રહેતા સુનીલે પણ બાળકની છાતી પર દબાણ શરૂ કર્યું હતું. આની સાથે જ તાત્કાલિકપણે રાત્રે બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને તાત્કાલિક સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે, આ બાળકને જીવિત રહેવાની થોડી જ આશંકા રહેલી છે. જેથી ડોકટરે ઝડપથી સારવાર શરૂ કરી તેમજ આ બાળક એકદમ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે પરત આવી ગયું હતું. દાદા વિજય ભાઈ જણાવે છે કે, આ એક ચમત્કાર થયો છે, એટલે આ વાતની જાણ તેમના પરિવાર તેમજ સમગ્ર ગામમાં થતા ખુશીનો માહોલ બની ગયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…