
સમગ્ર દેશમાં આપ્ઘના કિસ્સાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યરે વધુ એક આપઘાતની ઘટના પંજાબમાં આવેલા અમૃતસર માંથી સામે આવી છે. પંજાબના અમૃતસરમાં બે સગી બહેનોએ એકસાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. બંને બહેનો પોતાની માતાની બીમારીથી પરેશાન હતી. મળેલી માહિતી અનુસાર બંને બહેનો અપરિણીત હતી. માતાના મૃત્યુની આશંકા બાદ એકલાં રહેવાના ડરથી બંને બહેનોએ આપઘાત કરી લીધો હતો.
પાપ્ત માહિતી અનુસાર લોરેન્સ રોડ નજીક આવેલા ન્યૂ ગાર્ડન એવન્યુમાં રહેતી બંને બહેનોએ એક સાથે જ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી મુજબ બંનેના નામ જ્યોતિ કપૂર અને સીમા કપૂર છે. બંને બહેનોએ આપઘાત કરતાં પહેલાં સુસાઈડ નોટ પણ લખી હતી અને સુસાઈડ નોટમાં પોસ્ટમાર્ટમ ના કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ઘટનાની જાણ પોલીસને થતા તરતજ ટીમ સાથે ઘટના સ્થળે અવી પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, બંને બહેનોનાં લગ્ન થયાં નહોતાં, માતાની સાથે બંને આ જ ઘરમાં રહેતી હતી. તેમની માતા લાંબા સમયથી બીમાર હતા અને તેમના મૃત્યુનો ડર તેમને સતાવી રહ્યો હતો. બંનેએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેઓ માતાના ગયા પછી એકલાં રહેવાથી ખુબજ સરતા હતાં અને તેથીજ તેમણે આ પગલું ભર્યું છે, આ વાત માટે બીજા કોઈને દોષ ના આપવો. આવું સુસાઈડ નોટમાં લખ્યું છે.
હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને આગળની તપાસ શરૂ કરી છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ હાલ IPC 174 હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સંબંધીઓનાં નિવેદન લેવામાં આવી રહ્યા છે અને તેના આધારે આગળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…