સંબંધોમાં હત્યાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આવી જ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગા ભાઈએ માતા સાથે મળીને ગર્ભવતી બહેનની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી માતા અને દીકરા ની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર, વૈજાપુર જિલ્લામાં એક યુવકે પોતાની માતા સાથે મળીને પોતાની ગર્ભવતી બહેનનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. આટલું જ નહીં પોતાની સગી બહેનની હત્યા બાદ આરોપી ભાઈ હથિયાર લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોતાની આંખ સામે આ દ્રશ્યો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે માતા અને ભાઈ દીકરીના લવમેરેજ થી ખૂબ નારાજ હતા.
પોલીસે જણાવતા કહ્યું છે કે, મોતને ઘાટ ઉતારનાર યુવકનું નામ સંજય છે અને કળયુગી મહિલાનું નામ શોભા છે. આ બંને લાગણીના દેખાડા વચ્ચે સંબંધોની હત્યા કરી નાખી હતી. મા દીકરાએ મળીને ૧૯ વર્ષીય ગર્ભવતી યુવતીની હત્યા કરી નાખી હતી. આરોપી યુવાન પોતાની સગી બેનથી એટલો નારાજ હતો કે, હત્યા બાદ બહેનનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કીર્તિ બાજુના ગામના અવિનાશ સાથે ભાગીને લગ્ન કર્યા હતા અને બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. દીકરીની આરતી પરિવાર નારાજ હતો. તેમ છતાં કોઈ મતભેદ રાખ્યા વગર, બંને પરિવારો વચ્ચે વાતચીત થવા લાગી હતી અને એકબીજાના ઘરે આવવા લાગ્યા.
શરૂઆતમાં તો લાગ્યું કે, દીકરીના પરિવારજનોને દીકરી ને લગ્નની મંજૂરી આપી દીધી છે, પરંતુ પરિસ્થિતિ કંઈક જુદી જ હતી. રવિવારના રોજ માતા અને ભાઈ કીર્તિ ને મળવા તેના ઘરે આવ્યા હતા. આ જ સમયે કીર્તિના ઘરના સભ્યો ખેતરે કામ કરી રહ્યા હતા. ઘરમાં ફક્ત કીર્તિ અને તેમના પતિ હતા. પતિ અવિનાશ બીમાર હોવાથી અંદર સુતા હતા. આ એકલતાનો લાભ લઇ, માતા અને દીકરાના મગજમાં કઈક અલગ જ રણનીતિ ચાલી રહી હતી.
માતા અને ભાઈ ઘરે આવતા કીર્તિ ખુશ થઇ ગઇ હતી અને રસોડામાં ચા પાણી કરવા ગઈ હતી. કીર્તિ રસોડામાં પહોંચતા જ માતા અને દીકરો પણ રસોડામાં પહોંચ્યા હતા. ભલે એકલતાનો લાભ લઇને ધારદાર હથિયારથી કીર્તિને મોતને ઘાટ ઉતારી હતી. આટલું જ નહીં પરંતુ આ તે એટલી જરૂર હતી કે, જ્યાં સુધી માથું ધડથી અલગ ના થયું ત્યાં સુધી હત્યારો ધારદાર હથિયારથી મારતો જ રહ્યો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…