રાજકોટ અને જામનગરમાં બન્યો સૌથી મજબુત લૉ-પ્રેશરનો કન્વર્ઝન ઝોન- આવનારા દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી

114
Published on: 12:08 pm, Wed, 15 September 21

સૌરાષ્ટ્ર(ગુજરાત): સોમવારે સૌરાષ્ટ્ર(Saurashtra) અને દક્ષિણ ગુજરાત(South Gujarat)માં ભારેથી અતિભારે વરસાદ(Heavy rain) પડવાને કારણે વિવિધ સ્થળે જળબંબાકાર(Waterlogged) સ્થિતિ સર્જાયો હતો. જામનગર(Jamnagar), જૂનાગઢ(Junagadh) અને રાજકોટ(Rajkot)માં પૂર(Flood)માં ફસાયેલા અનેક લોકોને બચાવવા માટે રેસ્કયુ(Rescue) પણ કરવામાં આવી રહ્યું હતું. જામનગરના કાલાવાડમાં 20 ઇંચથી વધુ વરસાદ પડવાને કારણે પુરની સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટ જિલ્લાના લોધિકામાં 21 ઇંચ, રાજકોટમાં 16 ઇંચ, વિસાવદરમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 15 સ્ટેટ હાઇવે સહિત કુલ 146 રસ્તાઓ વરસાદને કારણે બંધ થયા હતા. રાજકોટના કાલાવાડ અને જામજોધપુરમાં બે જુદી-જુદી ઘટનાઓમાં એક મહિલા સહિત 3 લોકો પાણીમાં તણાયા હોવાના બનાવ સામે આવ્યા હતા.

હવામાન વિભાગના નિવૃત્ત પ્રભારી એન.ડી. ઉકાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પર સર્જાયેલા લૉ-પ્રેશરનો સાઉથ-વેસ્ટ હિસ્સો રાજકોટ તરફ જોવા મળ્યો છે. તેના કારણે જ સૌથી વધારે વરસાદ ત્યાં પડી રહ્યો છે. જ્યારે લૉ-પ્રેશર સર્જાય છે ત્યારે દરિયા તરફથી ભેજવાળા પવનો તે તરફ આવે છે અને ચક્કર લગાવવાનું ચાલુ થાય છે. પણ જ્યારે તે ચક્કર 75 ટકા જેટલું પૂરું કરે ત્યાં સુધીમાં પવનની ભેજ જકડી રાખવાની ક્ષમતા પૂરી થઈ જાય છે અને જ્યાં ક્ષમતા પૂરી થાય ત્યાં જ ધોધમાર વરસાદ પડે છે અને તેને કન્વર્ઝન ઝોન કહે છે.

આ લૉ-પ્રેશર સૌરાષ્ટ્ર ઉપરાંત ઓરિસ્સા તરફ ડિપ ડિપ્રેશન સર્જાયું હતું. જે આગળ વધતા વેલ માર્ક લો-પ્રેશરમાં પરિવર્તિત થયું છે. એટલું જ નહીં, તે પણ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ મધ્યપ્રદેશ પહોંચશે ત્યારબાદ સૌરાષ્ટ્ર આવશે. આ સિસ્ટમ ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના લૉ-પ્રેશરમાં ભળી જશે તેથી ફરી વરસાદ શરુ થશે. જેમ જેમ નવી સિસ્ટમ બની રહી છે તે પાછલી સિસ્ટમ કરતા વધુ મજબૂત થઈને આવી રહી છે.

આ સિસ્ટમ પર સારો અને ભારે વરસાદ લાવે તેવી શક્યતા રહેલી છે. જ્યારે પણ લૉ- પ્રેશર સર્જાય છે ત્યારે તે એક વર્તુળ બનાવે છે જેની ફરતે પવન ફરતા હોય છે. દરિયાના ભેજવાળા પવનો લૉ-પ્રેશર તરફ ખેંચાય છે અને જમણી બાજુથી ફરવાનું શરૂ કરે છે. વર્તુળ પર ફરવાનું શરૂ કરે ત્યારથી આખો રાઉન્ડ 360 ડિગ્રીનો હોય છે પણ 75 ટકા સુધી પહોંચ એટલે તે ભેજને જકડી રાખતા નથી. લૉ-પ્રેશરના વર્તુળના 180 ડિગ્રીથી શરૂ કરીને 270 ડિગ્રીનો હોય છે અને તેની દિશા સાઉથ વેસ્ટ તરફ જોવા મળી છે. આ વિસ્તારને કન્વર્ઝન ઝોન કહેવાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…