માતા-પિતા ચેતજો… નહિતર જિંદગીભર વસવસો રહી જશે- પિતાની એક ભૂલના કારણે માસુમ બાળકીને મળ્યું દર્દનાક મોત

Published on: 10:17 am, Tue, 16 May 23

Surat Limbayat incident: સુરત (Surat) શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સામાન કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો સુરતના લીંબાયત (Limbayat)માં ઘરમાં ત્રણ મહિનાની બાળકીને પિતા રમાડતી વખતે ઉપરની બાજુ ઉછાળી રહ્યા હતા. આ સમય દરમિયાન બાળકીને માથામાં પંખાની પાંખ વાગવાને કારણે ગંભીર ઈજા પહોંચી હતી. જેને કારણે બાળકીને જુદી જુદી ત્રણ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી આખરે સારવાર દરમિયાન બાળાનું મોત નીપજ્યું હતું. બાળકીને રમાડવાનો હરખનો માહોલ પરિવાર માટે માતમમાં ફેરવાય ગયો હતો. ત્યારે આ ઘટનાને પગલે લિંબાયત પોલીસ દ્વારા અકસ્માત (Accident) મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારના ખાનપુર ખાતે ભાડાના મકાનમાં રહેતા મસરુદીન શાહ મજૂરી કામ કરી ત્રણ પુત્રી, એક પુત્ર તેમજ પત્નીનું ગુજરાન ચલાવે છે. શ્રમજીવી મસરુદીનને ત્યાં ત્રણ મહિના અગાઉ જ ઝોયા નામની ત્રીજી દીકરીનો જ્ન્મ થયો હતો. મસરુદીન 13 મી મેના રોજ સવારે માસૂમ પુત્રી જોયાને રમાડી રહ્યા હતા. દરમિયાન તેણીને અધર ઉછળતા ચાલુ પંખાની પાંખ પુત્રી ઝોયાને માથામાં વાગી જતા દીકરીને ગંભીર ઇજા પહોંચી હતી.

મસરુદ્દીન શાહ, બાળકીના પિતા

આ ઘટનાને લઈને ત્રણ માસની ઝોયાને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી અને પરિવાર દ્વારા તાત્કાલિક ઝોયાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા યોગ્ય સારવાર ન મળતી હોવાનું લાગતા ત્યાથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને બાદમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.

માસૂમ ઝોયાની ફાઈલ તસવીર

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકીનું સારવાર પછી સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતાં બનાવની જાણ લિંબાયત પોલીસને કરવામાં આવી હતી.ત્યારે આ ઘટના અંગે લિંબાયત પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…