એકબીજાના પ્રેમમાં પાગલ થયેલ ભાઇ-બહેને સંબંધો લજવ્યા- 4 મહીનાની ગર્ભવતી બહેન સાથે પિતરાઈ ભાઈએ કર્યા લગ્ન અને…

647
Published on: 12:49 pm, Sun, 26 December 21

સમગ્ર દેશમાંથી ઘણીવાર બાપ-દીકરીના, સસરા-વહુના, વેવાણ-જમાઇના સંબંધ લજવાય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ, હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે ઘણો જ ચોંકાવનારો અને ભાઇ-બહેનના સંબંધને કલંકિત કરતો કિસ્સો છે. ઘટનામાં બન્યુ છે એવું કે, એક ભાઇએ તેની જ પિતરાઇ બહેન સાથે લગ્ન કરી લીધા.

આ ઉપરાંત, આ છોકરી 4 મહિનાની પ્રેગ્નેટ હોવાનું પણ જાણવા મળ્યુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાઈ અને બહેન વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ લગ્નની ચર્ચા ગામમાં ફેલાતાં જ છોકરા-છોકરીના ઘરે ભીડ એકઠી થઈ ગઈ હતી. હવે જોવાનું એ રહેશે કે, યુવતીના પરિવારજનો આ લગ્નને મંજૂરી આપે છે કે નહીં.

જાણવા મળ્યું છે કે, બિહારના વૈશાલીમાં સંબંધોને શરમજનક બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં પિતરાઈ ભાઈ અને બહેને મંદિરમાં એકબીજા સાથે લગ્ન કરી લીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલો ભગવાનપુર બ્લોકના એક ગામનો છે. વીડિયોમાં એક છોકરો અને છોકરી ગામના એક જ મંદિરમાં લગ્ન કરતા જોવા મળે છે. યુવતી પણ 4 મહિનાની ગર્ભવતી છે. બંનેના ઘર પણ નજીકમાં છે અને સંબંધમાં પિતરાઈ ભાઈ-બહેન હતા.

કોઈને તેમના સંબંધો પર સહેજ પણ શંકા નહોતી. બુધવારે તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ છોકરો છોકરીને બાઇક પર બેસાડી તેના ઘરે પહોંચ્યો હતો. અહીં બંનેના માતા-પિતા છોકરા અને છોકરીને સાથે રાખવા માટે સંમત થયા છે. વાયરલ વીડિયોમાં એક છોકરો ચપટી સિંદૂર લઇ છોકરીની માંગ ભરતો જોવા મળી રહ્યો છે. આ પછી, તે ખિસ્સામાંથી મંગળસૂત્ર કાઢીને છોકરીના ગળામાં પહેરાવે છે.

આ બધી વિધિ કરતી વખતે છોકરાએ એક વીડિયો બનાવ્યો અને પોતે જ વાયરલ કર્યો હતો. જ્યારે ગ્રામજનોને તેની જાણ થઈ ત્યારે ઘરની બહાર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આ અંગે લોકોએ જણાવ્યું કે, લગ્ન કર્યા બાદ છોકરો તેની પિતરાઈ બહેનને બાઇક પર બેસાડી ઘરે લઈ ગયો હતો. બધા જ લોકો છોકરા અને છોકરીને જોઈ રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…