બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂતે આત્મહત્યા કરી છે. સુશાંત સિંહની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. મુંબઇ પોલીસ તપાસ માટે તેના ઘરે પહોંચી હતી. અહેવાલો અનુસાર, સુશાંતના ઘરના નોકરે પોલીસને ફોન કરીને આ અંગે માહિતી આપી હતી. પરંતુ આજ દિન સુધી સુશાંત સિંહ આત્મહત્યા કેસનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
તમે પણ જાણતા હશો કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી આખો દેશ એક નામથી પરિચિત છે તે છે રિયા ચક્રવર્તી. જો કે રિયા પહેલા બોલિવૂડ અને અન્ય જગ્યાએ જોવા મળી છે, પરંતુ તે એટલી પ્રખ્યાત અભિનેત્રી નહોતી. શુશાંત આત્મહત્યા કેસ વખતે તેની પર ઘણાં બધા આરોપો લગાડવામાં આવ્યા હતા જેના કારણે તેને લોકો દોષિત પણ માનવા લાગ્યા હતા. પણ આજ દિન સુધી હજુ સુધી તેની આત્મહત્યાનું સાચું કારણ સામે નથી આવ્યું.
તમે રિયા ચક્રવર્તીને ઓળખતા જરૂર હશો પણ તેના વિશેની અમુક વાતોથી તમે અજાણ હશો. તમને જાણીને નવાઈ લાગશે કે રિયા ચક્રવર્તીની ઘણી બધી વાતો સસ્પ્નેસથી ભરપુર છે. ચાલો શરૂઆત કરીએ તેમના જન્મથી માંડીને હાલ સુધીની લાઈફ વિષે તો રિયા ચક્રવર્તીનો જન્મ જુલાઈ 1992ના રોજ આર્મી ઓફિસરના પરિવારમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ આર્મી સ્કૂલ, અંબાલામાં કર્યું. તેમના પિતાનું નામ ઈન્દ્રજીત ચક્રવર્તી છે. તેનો એક નાનો ભાઈ પણ છે, જેનું નામ શોવિક ચક્રવર્તી છે.
રિયાની અટક ઘણા લોકોને લાગે છે કે રિયા બંગાળી છે, પરંતુ એવું બિલકુલ નથી. તેણીનો જન્મ કર્ણાટક રાજ્યમાં થયો હતો, તેણે પંજાબમાં અભ્યાસ કર્યો હતો અને તેણીની કારકિર્દી માટે મુંબઈ આવી હતી. રિયા ચક્રવર્તીએ 2009માં MTV ઇન્ડિયાના શો MTV Scooty Teen Diva માં ભાગ લીધો હતો. ત્યારબાદ તે MTV પર સૌથી નાની વયની VJ બની. તે પછી તેણે MTV પર ઘણા શો હોસ્ટ કર્યા.
રિયા ચક્રવર્તીએ પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ તુનિગા તુનિગાથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં તે પ્રથમ વખત યશ રાજ ફિલ્મ્સની ફિલ્મ મેરે ડૅડ કી મારુતિમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે તેણે અનુષ્કા શર્માની ફિલ્મ બેન્ડ બાજા બારાત માટે પણ ઓડિશન આપ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…