આવતીકાલથી શરુ થતા શ્રાદ્ધ કર્મમાં ભૂલથી પણ નહીં કરતા આ કામ, નહીં તો પિતૃઓને નહીં મળે મુક્તિ

200
Published on: 4:34 pm, Mon, 20 September 21

20 સપ્ટેમ્બરનાં રોજ એટલે કે, આજ જ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે કે, જેને લીધે આજથી લઈને 6 ઓક્ટોબર સુધી શ્રાદ્ધ કર્મ ચાલશે. પૂર્વજો પોતાની આવનાર પેઢીને ધ્યાનમાં રાખીને કેટલાક કાર્ય કરતા હોય છે. એમની બદોલત કોઈને ઘર નસીબ થાય છે, તો કોઈને જમીન-જાયદાદ.

તેમના કર્જને ઉતારવા માટે સનાતન ધર્મમાં પિતૃપક્ષનો સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે શ્રાદ્ધ શરૂ થવાને ફક્ત બે દિવસ જ બાકી છે. આ દરમ્યાન આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહી તો પિતૃ-દોષનો શિકાર થઈ શકાય છે તેમજ ઘરમાં ગરીબી આવી શકે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, પિતૃપક્ષ એવો સમય હોય છે કે, જ્યારે પિતૃલોકના દ્વાર ખુલે છે તેમજ આપણા પૂર્વજો ધરતી પર વિચરણ કરવ માટે આવે છે. આ સમયે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવતું હોય છે કે, જેથી તેમને મોક્ષ મળે. શાસ્ત્રોમાં આ દરમ્યાન કેટલીક સાવધાની રાખવાનું જણાવાયું છે.

જે પૂર્વજોના નામ તમને યાદ નથી એમનું તર્પણ તમે સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા (પિતૃપક્ષનો છેલ્લો દિવસ)ના દિવસે કરી શકો છો. આની સાથોસાથ વિશેષ કૃપા માટે લોકો પિતૃપક્ષ દરમ્યાન દરરોજ બ્રાહ્મણને ભોજન કરાવતા હોય છે.  પિતૃપક્ષ દરમ્યાન તમારા દ્વાર પર કોઈ મહેમાન આવે તો કોઈપણ સંજોગોમાં અનાદર ન કરવો.

કારણ કે, એવું માનવામાં આવે છે કે, આ દરમ્યાન પૂર્વજ કોઈપણ સ્વરૂપ ધારણ કરીને તમારા ઘરે આવીને ઉભા રહે છે કે, જેથી આ દરમ્યાન કોઈપણ ભિક્ષુક, અતિથિ અથવા તો કોઈ પણ આગંતુકનો અનાદર કરવો જોઈએ નહીં. પિતૃપક્ષ દરમ્યાન તમારે દરેક જીવનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમ્યાન તમારે પશુ-પક્ષીને પણ ભોજન-જળ આપવું જોઈએ.

કોઈપણ જીવને ધુત્કારવું જોઈએ નહીં, જેનાથી તમારા પૂર્વજ નારાજ થઈ શકે છે. ગાયને સનાતન ધર્મમાં માતા માનવામાં આવે છે કે, જેથી પિતૃપક્ષ વખતે ગાય તેમજ બ્રાહ્મણનું અપમાન તમારા પૂર્વજને ક્રોધિત કરી શકે છે કે, જેથી ગાયને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડવી જોઈએ નહીં.

આની સાથે જ ઝાડ-પાનમાં પણ જીવ રહેલો હોય છે કે, જેથી પિતૃપક્ષ વખતે તમારે વૃક્ષ કાપવાનું અથવા તો તેને નુકશાન પહોંચાડવાથી બચવું જોઈએ. જેથી નારાજ થયેલ પિતૃ ક્રોધમાં આવીને તમને શ્રાપ પણ આપી શકે છે. આ દરમ્યાન નવા કપડા પહેરવા તેમજ ખરીદવા જોઈએ નહીં.

આમ કરવાથી પણ તમે પિતૃદોષના ભાગીદાર બની શકો છો. જૂઠુ બોલવું, કોઈનું ખરાબ ઈચ્છવું અથવા તો કરવું જેવા અનૈતિક કામ પણ આ દરમ્યાન ન કરો તો, તમને પિતૃઓનાં આશિર્વાદ મળશે. આમ, આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…