લગ્ન થયાનો થોડો સમય પણ નહોતો થયો અને પતિએ આપ્યું પત્નીને ઘાતકી મોત- જાણો આ હૈયું કંપાવી દેતી ઘટના

Published on: 7:27 pm, Sat, 8 January 22

હાલમાં એક રુવાડા ઉભા કરી દેતો હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં સાણંદ વિસ્તારમાં આવેલ હોળી ચકલા નજીક આવેલા ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા પતિ પત્નીનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ધડથી માથું અલગ કરી ફરાર થઇ જતાં સમગ્ર સાણંદમાં ચકચાર મચી જવા પામી છે. સાણંદ શહેરમાં આવેલા હોળી ચકલા વિસ્તારમાં આવેલ ગઢવી વાસમાં ભાડાના મકાનમાં ચાર દિવસ પહેલા રહેવા આવેલ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને હંસાબેનના લગ્ન 12-7-2021ના રોજ થયા હતા અને અગાઉ સાણંદના કપૂર વાસ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે પોણા દસ પહેલા મકાનમાં દુર્ગંધ મારતા પાડોસી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ ઘર ખોલાવીને જોતા પથારી પર હંસાબેનનું માથું ધડથી અલગ કરી ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવી હતી. પતિ મોબાઈલ બંધ કરી ફરાર થઇ જતા પોલીસની શંકાઓ પ્રબળ થઇ હતી. ઘટના બનતા સાણંદ ડિવિઝનના ડીવાયએસપી કે.ટી કામરીયા દ્વારા ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, ચકો હિતેશભાઈ ગોહિલ હત્યા કર્યાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું કે, પતિ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસાબેન વચ્ચે ઘર કંકાસમાં હત્યા થઇ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છીએ ત્યારે હત્યારો પતિ ઝડપાય ત્યારબાદ હત્યાનું મુખ્ય કારણ સામે આવે તેમ છે. હંસાબેન મૂળ રાપર કચ્છ અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે અને બંનેના લગ્ન ચાર મહિના પહેલા જ થયા હતા અને હિતેશને સાણંદ ખાનગી કંપનીમાં નોકરી હોવાથી બંને સાણંદ સ્થાયી થયા હોવાનું સામે આવ્યું છે.

સાણંદના પી.આઈ આર.જી ખાંટે જણાવ્યું હતું કે, સાણંદ પોલીસ સ્ટેશનના પી.આઈ આર.જી ખાંટએ જણાવ્યું કે, પતિ સાણંદની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. હત્યા બાદ પતિ મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો છે જેને ઝડપી લેવા સાણંદ પોલીસની અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…