પહાડ પર હિંચકા ખાતા સમયે યુવકનો પગ દોરીમાં ફસાઈ જતા જે થયું તે હચમચાવી દેશે- વિડીયો જોઇને કંપી ઉઠશે આત્મા

554
Published on: 10:46 am, Sun, 2 January 22

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો ખુબ જ વાયરલ થતા હોય છે. ત્યારે આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જે વિડીયો જોઇને તમારા રુવાડા ઉભા થઇ જશે. આપણે સૌએ બાળપણના સમય દરમિયાન હીંચકા ખાવાનો આનંદ લીધો હશે. ત્યારે અવો જ એક હિંચકાનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ઘણા લોકો એવા હોય છે કે, હીંચકામાં ઝૂલવા માટે જોખમી જગ્યા પણ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ત્યારે હાલમાં જ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે મિત્રો હીંચકા ખાવા માટે ખતરનાક જગ્યાએ પહોંચી ગયા છે. આ વિડિયો જોઈને તમને સૌ પ્રથમ નવાઈ લાગશે કે ઝૂલવા માટે આવી જગ્યા શા માટે પસંદ કરવામાં આવી. આ પછી, હીંચકા ખાતી વખતે શું થાય છે તે જોઈને, તમે બુમાબુમ કરી દેશો. તમે જોઈ શકશો કે હીંચકાની મજા માણતા માણતા માંડ માંડ એક યુવકનો જીવ બચી ગયો હતો.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે મિત્રો પર્વત એવી જગ્યા પર હીંચકા ખાવા ગયા હતા. આ દરમિયાન એક મિત્ર બીજા મિત્રને જોરથી હીંચકો નાખતો હતો. ત્યારે જ કંઈક એવું બને છે કે હિંચકા ખાતો યુવાન બચી જાય છે. જે મિત્ર ઝૂલો ઝૂલતો હોય તે હીંચકાને આગળ ધપાવીને લે છે. આ દરમિયાન તેનો પગ હીંચકામાં અટવાઈ જાય છે અને કહેવાય છેને કે, રામ રાખે તેને કોણ ચાખે. ત્યારે આવું જ કઇક અહિયાં બન્યું છે  અને માંડ માંડ યુવકનો જીવ બચી જાય છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઝુલામાં ફસાઈ ગયા બાદ યુવક ખેંચાઈ જાય છે અને પહાડની કિનારી સુધી પહોંચી જાય છે. આ બાદ, તે ખાઈ તરફ હવામાં હીંચકા સાથે અટકી જાય છે. યુવક ખૂબ નસીબદાર હતો કે, તેનો પગ દોરડામાં ફંસાઈ જાય છે. નહિતર તે સીધો ખાઈમાં પડી ગયો હોત. આ વિડિયોમાં જોઈ શકાય છે કે તે પર્વત તરફ પાછો આવે છે કે તરત જ તેનો પગ દોરડામાંથી બહાર આવી જાય છે, જો તેનો પગ દોરડામાંથી બહાર ખાઈ તરફ આવ્યો હોત તો તે સીધો ખાઈમાં પડી ગયો હોત અને તેનું મોત થયું હોત.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…