ખેડૂતોના આપઘાત મામલે ભારતે તમામ દેશોને પછાડ્યા- આંકડો જાણી આંખે અંધારા આવી જશે

190
Published on: 7:39 pm, Fri, 10 September 21

હાલમાં એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી છે. આર્થિક નિતિઓના વ્યવસ્થાપન, અમલીકરણમાં નિષ્ફળ, ખેડૂત તેમજ યુવા વિરોધી નિતિઓને લીધે સમગ્ર દેશમાં દરરોજ 116 ખેડૂતો – ખેતમજૂરો તેમજ રોજગારના અભાવે 38 નવયુવાનો આપઘાત કરવા માટે મજબૂર બન્યા હતા.

આ ચોકાવનાર અહેવાલ ભાજપ સરકારની જનવિરોધી, ખેડૂત તેમજ યુવા વિરોધી નિતિઓ જવાબદાર હોવાનો સ્પષ્ટ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી જણાવે છે કે,  દેશમાં એક વર્ષમાં 10,281 ખેડુત આપઘાત કરવા માટે મજબૂર બન્યા હતા એટલે કે, દરરોજ દેશમાં 116 ખેડૂતો આર્થિક પાયમાલીને લીધે જીવન ટુંકાવવા માટે મજબૂર બન્યા હતા.

સમગ્ર દેશમાં ભાજપ સરકારની ખોટી નિતિને લીધે 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર રહેલો છે ત્યારે, દેશમાં એક વર્ષમાં 10,335 એટલે કે, રોજ 38 નવયુવાનો રોજગાર ન મળવાને લીધે આપઘાત કરે છે. કેન્દ્રમાં ભાજપ સરકાર દ્વારા ખેતીની આવક બમણી કરવાની તેમજ દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાનો એટલે કે 5 વર્ષમાં 10 કરોડ રોજગારી આપવાનો વર્ષ 2014માં દેશની જનતા સમક્ષ વાયદો કર્યો હતો.

ખેડૂતોની આવક તો બમણી થઈ તો નહીં પણ આપઘાતની સંખ્યામાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે. આની સાથે-સાથે દેશમાં લાખો નોકરીઓ છીનવાઈ રહી છે. ખેડૂત, ખેતી, ગ્રામ્ય વિરોધી નિતિ, યુવા વિરોધી નિતિ તેમજ બીજી તરફ કરોડો રૂપિયાની જાહેરાત આપીને ગુલાબી ચિત્ર રજૂ કરતી ગુજરાતની ભાજપ સરકારમાં 22 નાગરિકો દરરોજ આપઘાત કરીને જીવન ટુંકાવવા માટે મજબૂર બન્યા છે.

ગુજરાતમાં એક જ વર્ષમાં 7,655 નાગરિકોએ એટલે કે, દરરોજ 22 લોકો મજબૂરીમાં આપઘાત કરી રહ્યા છે ત્યારે
રાજ્યમાં બેરોજગારીની સમસ્યાને લીધે 219 યુવાનોએ આપઘાત કરવા મજબૂર બન્યા હતા. રાજ્યના મુખ્ય 4 શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક જ વર્ષમાં 2192 નાગરિકો આપઘાત કરવા મજબુર બન્યા હતા.

ગુજરાતના ઓળખ સમાન ઉદ્યોગો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે ત્યારે ભાજપ સરકારની ખેડુત વિરોધ નિતિના લીધે રાજ્યના 58 લાખ જેટલા ખેડુતો દેવાદાર છે. ગુજરાતમાં ખેતી તથા ખેડૂતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ખેતમજૂરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…