અનેક રહસ્યોના પડદા નીચે ઢંકાયેલું છે આ અનોખું મંદિર- મંદિરમાં રોકાતા લોકો રાતે બની જાય છે પથ્થર

161
Published on: 12:37 pm, Tue, 26 October 21

આપણે બધા લોકો જાણીએ જ છીએ કે, આજે સમગ્ર વિશ્વ અનેકવિધ રહસ્યોથી ભરેલું છે ત્યારે સમયાંતરે આ રહસ્યો પરથી પડદો પડતો રહે છે. આજે પણ કેટલાક સત્ય સામે આવ્યું નથી. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેની કહાની ખૂબ જ ચોંકાવનાર છે.

એવું કહેવામાં આવે છે કે, આ મંદિરમાં રાત્રિ દરમિયાન કોઈ રહેતું નથી. લોકોનું માનવું છે કે, જે કોઈપણ આ મંદિરમાં રાત્રે રોકાય છે તે વ્યક્તિ પથ્થર બની જાય છે. જો કે, આની પાછળનું સત્ય શું છે કે, જેનું રહસ્ય આજદિન સુધી ઉકેલાયું નથી. તો ચાલો જાણીએ તેના વિશે કેટલીક રસપ્રદ વાતો…

રાજસ્થાનમાં આવેલ બાડમેર જિલ્લામાં આવેલ લોકો આ મંદિરને ‘કિરાડુ મંદિર’ તરીકે ઓળખે છે. આ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતીય શૈલીના સ્વરૂપમાં છે. લોકો આ મંદિરને રાજસ્થાનનું ખજુરાહો પણ કહે છે. એક અહેવાલ પ્રમાણે, 1161 માં આ સ્થળનું નામ ‘કિરાત કુપ’ હતું.

મોટાભાગના મંદિરો ખંડેરમાં ફેરવાઈ ચુક્યા છે. જ્યારે શિવ મંદિર તથા વિષ્ણુ મંદિરની સ્થિતિ ખુબ સારી છે. આ મંદિર કોણે બનાવ્યું તે અંગેની કોઈ સાચી માહિતી નથી પરંતુ, મંદિરના નિર્માણ અંગે લોકોની પોતાની માન્યતાઓ રહેલી છે. પરંતુ, એક સમયે આવી ઘટના અહીં બની હતી કે, જેનો ભય હજુ પણ લોકોમાં રહેલો છે.

ખૂબ જ રસપ્રદ છે આના પાછળની વાર્તા:
એવું કહેવાય છે કે, ઘણા વર્ષો પહેલા એક સાધુ પોતાના શિષ્યો સાથે આ મંદિરે પહોંચ્યા હતા. એક દિવસ તે શિષ્યોને મંદિરમાં છોડીને પોતે જ ફરવા ગયો ત્યારે એક શિષ્યની તબિયત અચાનક બગડી ગઈ હતી. સાધુના અન્ય શિષ્યોએ ગ્રામજનો પાસે મદદ માંગી તો કોઈએ તેમને મદદ કરી નહીં.

જ્યારે સાધુને આ વિશે ખબર પડી ત્યારે તે ખુબ ગુસ્સે થયો તેમજ ગામલોકોને શ્રાપ આપ્યો કે, સાંજ પછી દરેક પથ્થર બની જશે. એવું પણ કહેવામાં આવ્યુ છે કે, એક મહિલાએ સાધુના શિષ્યોને મદદ કરી હતી. સાધુએ મહિલાને સાંજ પહેલા ગામ છોડીને જવા અને પાછળ ન જોવાનું કહ્યું હતું.

આ દરમિયાન મહિલાએ પાછળ જોવાનું શરૂ કર્યું તેમજ પરિણામ એ આવ્યું હતું કે, તે પણ પથ્થર બની ગઈ. તે મહિલાની મૂર્તિ પણ મંદિર પાસે સ્થાપિત કરવામાં આવી છે. ત્યારથી લઈને આજદિન સુધી લોકોને આ અંગે ડર રહેલો છે અને રાત્રિ દરમિયાન તે મંદિરમાં કોઈ રોકાતું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…