શ્રાવણ માસમાં અહિયાં સર્જાયો સાક્ષાત ચમત્કાર: અચાનક નંદીજીની મૂર્તિ પીવા લાગી પાણી, ભક્તોની લાગી લાંબી લાઈન

119
Published on: 12:10 pm, Sun, 7 August 22

સાવન મહિનાની શરૂઆત થઇ ગઈ છે. આ દરમિયાન શિવ મંદિરમાં લોકોના ટોળે-ટોળા જોવા મળે છે. અનેક લોકો સાવન માસમાં ઉપવાસ કરે છે. મંદિરે પૂજા-અર્ચના કરવા માટે જાય છે. આવામાં જ એક અદભુત ઘટના સામે આવી છે. જેને જાણીને લોકોને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે.

ઝારખંડના ગઢવા જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નંદી મહારાજ એક શિવ મંદિરમાં ગંગાજળ પી રહ્યા છે. આ પછી ભોલેનાથના મંદિરમાં લાંબી લાઈનો લાગી ગઈ હતી. નંદી મહારાજને ગંગાજળ અર્પણ કરવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી અને ગ્રામજનો તેને સાવનનો ચમત્કાર માની રહ્યા છે.

આ મામલો શ્રી બંશીધર નગર સ્થિત કૌસિયા પંચાયત ભવન પાસે બનેલા પૌરાણિક શિવ મંદિરની છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે નંદી મહારાજ આશ્ચર્યજનક રીતે ગંગાજળ પી રહ્યા છે. આ ચમત્કાર જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ગંગાજળ પીવડાવતા ભક્તોએ ભોલેનાથના જાપ શરૂ કર્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિર ઘણું જૂનું છે, જેના કારણે લોકોમાં ખુબ જ આસ્થા છે.

પંડિતો અને ભક્તોએ ઘણી વખત પ્રયોગ કર્યો કે શું નંદી મહારાજ ખરેખર પાણી પી રહ્યા છે. સાવન મહિનામાં નંદી મહારાજને ગંગાજળ અર્પણ કરવા માટે ભક્તોનો ખુબ જ ધસારો હતો. લોકોએ ધીમે ધીમે નંદી બાબાને ચમચીથી ગંગાજળ પીવડાવ્યું હતું. જ્યારે આ સમાચાર આસપાસના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ પૂજા-અર્ચના કરવાનું શરુ કરી દીધું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…