આજના પરમ પવિત્ર દિવસે આ કામ કરવાથી લક્ષ્મી માતા થશે પ્રસન્ન અને થશે ધનવર્ષા

185
Published on: 6:13 pm, Tue, 19 October 21

ચાલુ વર્ષ દરમિયાન કેટલાક લોકો આજે એટલે કે, 19 ઓક્ટોબર 2021ના દિવસે શરદ પુનમની ઉજવણી કરશે. આસો માસના શુક્લ પક્ષની પૂનમને ‘શરદ પૂનમ’ તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આજની રાતે ચંદ્ર સોળ કળાઓથી પરિપૂર્ણ થતો હોય છે. ચંદ્રમાંથી નિકળતા કિરણો અમૃત સમાન માનવામાં આવે છે. એવી પણ માન્યતા રહેલી છે કે, શરદ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે.

શરદ પૂનમ પર મંદિરોમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે. શરદ પૂનમનો દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવતો હોય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, આજની રાતમાં માતા લક્ષ્મી ભ્રમણ કરવા માટે નિકળતા હોય છે. આની સાથે જ આજની રાતે ચંદ્ર પૃથ્વીની સૌથી પાસે રહેલો હોય છે. આની માટે ચંદ્રનો પ્રકાશ પૃછ્વીને પોતાના આગોશમાં લઈ લે છે.

શરદ પૂનમના દિવસે શું કરવું જોઈએ?
શરદ પૂનમના દિવસે સવારમાં વહેલા જાગીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ તેમજ પવિત્ર નદી, જળાશય અથવા તો કુંડમાં સ્નાન કરવું જોઈએ. બાદમાં આરાધ્ય દેવને સુંદર વસ્ત્ર, આભૂષણ પહેરાવવામાં આવે છે. આવાહન, આસન, આચમન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નિવેદ, તાંબૂલ, સોપારી તથા દક્ષિણા આપીને પૂજા કરવી જોઈએ.

રાત્રિ વખતે ગાયના દૂધથી બનાવવામાં આવેલ ખીરમાં ઘી તેમજ ખાંડ ભેળવીને અડધી રાત્રે ભગવાનને ભોગ લગાવવો જોઈએ. રાતમાં ચંદ્રમાના આકાશના મધ્યમાં સ્થિત હોવા પર ચંદ્ર દેવની પૂજા કરવી જોઈએ તેમજ ખીરનું નિવેદ અર્યણ કરવું જોઈએ. આની સાથે જ રાતે ખીરથી ભરેલ વાસણ ચંદ્રની રોશનીમાં મુકીને બીજા દિવસે તેને ગ્રહણ કરવા જોઈએ તેમજ તમામ લોકોને પ્રસાદ આપવો જોઈએ.

શરદ પૂનમનું શુભ મુહૂર્ત 19 ઓક્ટોબર 2021ની સાંજે 7 વાગ્યાથી લઈને 20 ઓક્ટોબર 2021 ની રાતે 8: 20 સુધી રહેલું છે. આજનાં દિવસે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, ફક્ત જળ તેમજ ફળ ખાઈને ઉપવાસ કરવો. જો ઉપવાસ ન કરો તો આ દિવસે સાત્વિક ભોજન કરો તે વધુ સારૂ રહેશે.

આની સાથોસાથ જ શરીર શુદ્ધ તથા ખાલી રહેવાને લીધે તમે વધુ સારી રીતે અમૃતની પ્રાપ્તિ કરી શકશો. આની માટે કાળા રંગનો પ્રયોગ ન કરવો જોઈએ. ચમકદાર સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો તો વધારે યોગ્ય રહેશે. આમ, આ ખાસ ધ્યાન રાખશો  તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…