હજુ તો ‘ગુલાબ’ ટળ્યું નથી ત્યાં તો ગુજરાત માથે મંડરાઈ રહ્યો છે ‘શાહીન’ વાવાઝોડાનો ખતરો- જાણો ક્યારે અને ક્યા ત્રાટકશે?

198
Published on: 12:48 pm, Wed, 29 September 21

બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ગુલાબ વાવાઝોડું આજ રાત્રિ સુધીમાં ગુજરાત ઉપર પહોંચી જશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પર પહોંચશે ત્યારે ડિપ્રેશનમાં હોય શકે છે. ગુલાબ વાવાઝોડાને લીધે સમગ્ર રાજ્યમાં 29-30 તારીખના અતિભારે વરસાદની આગાહી કરી છે.

જો કે, હજુ સુધીમાં રાજ્યના માથા પરથી ગુલાબ વાવાઝોડાનું સંકટ ટળ્યું નથી ત્યાં તો બીજા વાવાઝોડાનું એટલે કે, શાહીન વાવાઝોડાનું સંકટ દેખાઈ રહ્યું છે. છેલ્લા થોડા સીવ્સથી રાજ્યમાં મેઘરાજાએ સર્વત્ર જળબંબાકાર સર્જી દીધો છે. હાલમાં એક સમાચાર સામે આવ્યા છે.

આવનાર વાવાઝોડું ક્યું હશે?
ગુલાબ વાવાઝોડા બાદ તૈયાર થતાં વાવાઝોડાનું નામ શાહીન વાવાઝોડું હોવાનું જાણવા મળ્યું છે કે, જે વાવાઝોડું અરબી સમુદ્રમાં બનવાનું છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ગુલાબ વાવાઝોડું રાજ્ય પરથી અરબી સમુદ્રમાં જશે ત્યારે ડિપ્રેશન હશે કે, જે ફરીથી મોટું બનશે.

જેને લીધે તે હજુ એક ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ લેશે કે, જેમનું નામ શાહીન વાવાઝોડું આપવામાં આવશે. આ વાવાઝોડુ ગુજરાત પાસેના અરબી સમુદ્રમાં તૈયાર થશે. જેને લીધે આ વાવાઝોડું રાજ્ય પર આવી શકે એવી આગાહી કરવામાં આવી છે.

શાહીન વાવાઝોડું કઈ તારીખે બનશે?
1 ઓક્ટોબરે શાહીન વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છના અખાતની વચ્ચે ગુલાબ વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તેમજ વધુ મજબૂત બનીને શાહીન વાવાઝોડું બનશે એટલે કે, દરિયાકાંઠે આ વાવાઝોડું સક્રિય થશે.

કઈ દિશામાં આગળ વધશે? 
કચ્છના અખાત નજીકના અરબી સમુદ્રમાં શાહીન વાવાઝોડું બન્યા પછી ધીરે-ધીરે ઓમાન દેશ બાજુ આગળ વધશે. કચ્છમાં આવેલ નલીયા નજીક વાવાઝોડું સક્રિય બનશે. જો કે, ગુજરાતથી જેમ-જેમ દૂર થતું જશે એમ વધુ મજબૂત થશે કે, જેને લીધે રાજ્યમાં વાવાઝોડાની અસર ખૂબ ઓછી વર્તાશે.

શાહીન વાવાઝોડું ક્યાં-ક્યાં જીલ્લામાં અસર કરશે?
ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છ વચ્ચે શાહિન વાવાઝોડું સક્રિય બન્યા પછી સૌથી વધુ અસર રાજ્યના કચ્છ, જામનગર દ્વારકા, મોરબી, રાજકોટ જેવા જીલ્લામાં જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર તથા કરછના કેટલાક વિસ્તારોમાં અતિભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આવનાર 3 દિવસ સુધીમાં ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં અનેકવિધ વિસ્તારોમાં જોવા મળશે. જો કે, શાહીન વાવાઝોડાની અસર ખૂબ જ ઓછા વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વર્ષેનું અરબી સમુદ્રનું ચોમાસાનું પહેલું વાવાઝોડું શાહીન હોઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…