એકસાથે સાત-સાત રાજ્યોમાં ભયંકર તબાહી મચાવે તેટલું મોટું છે ‘શાહીન’ – જાણો શું કહે છે હવામાન વિભાગ?

374
Published on: 11:29 am, Sun, 3 October 21

હવામાન વિભાગ દ્વારા અવારનવાર કેટલીક જાણકારીઓ આપવામાં આવતી હોય છે ત્યારે કેટલીક જમોટાભાગની આગાહી સાચી પડતી હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ એક જાણકારી સામે આવી છે. રાજ્યમાં ગુલાબ વાવાઝોડા પછી એક નવું વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે.

ગુજરાત સહિતના દેશના 7 જેટલા રાજ્યોમાં આગામી 4 દિવસ સુધીમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તથા શાહીન વાવાઝોડાને કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કે, જેમાં આગામી 12 કલાકમાં ચક્રવાત તોફાન શાહીન વાવાઝોડાનું મજબૂત સ્વરૂપ ધારણ કરશે તેવા એંધાણ સામે આવ્યા છે.

આની પહેલા 26 સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશ તથા ઓડિશાના દરિયાકાંઠે ગુલાબ વાવાઝોડાએ પ્રવેશ કરીને ખુબ તબાહી મચાવી હતી કે, જેમાં કુલ 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ વાવાઝોડું આંધ્રપ્રદેશ તથા ઓડીશા માંથી પ્રવેશ કરીને ગુજરાત તરફ આગળ ધપ્યું હતું.

કેટલાક રાજયોને વીંધીને ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. ઉચ્ચ દબાણને લીધે દરિયામાં રહેલ ચક્રવાત શાહીન વાવાઝોડામાં ફેરવાઇ શકે છે કે, જે ભારતની સાથોસાથ પાકિસ્તાન તેમજ ઈરાનમાં પણ તબાહી મચાવી શકે છે. આ ચક્રવાતી તોફાનની સૌથી વધુ અસર બિહાર, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં જોવા મળી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ રાજયોમાં આગામી 3 દિવસ સુધીમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડશે કે, જેથી સૌ કોઈ લોકોએ સાવચેત રહેવું ખુબ જરૂરી બન્યું છે. ચક્રવાતી તોફાન શાહીન ખતરનાક સ્વરૂપ ધારણ કરી લેશે કે, જેને લીધે રાજ્યના કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ વરસી શકે છે.

અરબ સાગરમાં  આ વાવાઝોડાએ પ્રવેશ કર્યા પછી ચક્રવાતી તોફાન શાહીન પાકિસ્તાન બાજુ આગળ વધશે એવી સંભાવના જણાઈ રહી છે. ચક્રવાતી તોફાન શાહીમાં પરાવર્તિત થઈ ગયા પછી તેની ઝડપ 100 કિમી પ્રતિ કલાકની થઈ જશે. આ વાવાઝોડાની અસર રાજધાની દિલ્હીમાં પણ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…