અમરેલી(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર જિલ્લાના સાવરકુંડલામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ખાનગી બસ રેલવે ફાટકની રેલીંગમાં ઘુસી જતા બસને ભારે નુકશાન થયું છે સાથે જ એકનું મોત અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક રેસક્યુ હાથ ધરી ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના ભુવા રોડ પર ખાનગી બસ ચાલકે અચાનક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ફૂલ સ્પીડે બસ રેલવે ફાટકની રેલીંગમાં ઘુસી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એક બાળકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે, તો 6 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. દરેકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ બાસમાં 15 જેટલા મુસાફર હતા, અન્યને નાની-મોટી ઈજા પહોંચી છે.
આજે બપોર બાદ સાવરકુંડલાથી ગારીયાધાર પાલીતાણા જતી ખાનગી બસ ભુવા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ફાટક બંધ થતા ફૂલ સ્પીડમાં જઈ રહેલી બસના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દીધો હતો અને બસ ફાટકની રેલીંગમાં ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, રેલીંગ બસને ચીરી અંદર સુધી ગઈ હતી. આ દરમિયાન બસમાં 15થી વધુ મુસાફરો હતા. અચાનક આવી ચઢેલી આફતમાં એક બાળકને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે. આ સિવાય આગળની સાઈડમાં બેઠેલા 6 મુસાફરોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
જાણવા મળ્યું છે કે, અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા અને 108ને જાણ કરતા ટીમ પહોંચી ગઈ હતી. 15માંથી 6 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય નાની મોટી ઈજા પામેલા મુસાફરોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રેલીંગનો થાંભલો બસમાં છેક અંદર સુધી ઘુસી ગયો હતો. જેથી 108ની ટીમને ઘાયલ મુસાફરોને બહાર કાઢવા માટે તકલીફ પડી હતી. બસમાં ફસાયેલા લોકોને બસના પતરા તોડી બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. હાલમાં પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો તે મામલે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…