કઈક અલગ કરી બતાવવાની ભાવના ધરાવતા લક્ષ્મીબેન પટેલે શરુ કરી ખેતી, હાલમાં કરે છે લાખોની કમાણી

156
Published on: 11:11 am, Tue, 19 October 21

હાલમાં દેશની મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાની નામના મેળવી રહી છે. પછી ભલેને તે વિમાન ઉડાવવાનું હોય કે પછી ખેતરોમાં કામ કરવાનું હોય. આપણા દેશમાં અનેક મહિલા ખેડૂતો છે કે, જેઓ હાલમાં અન્ય મહિલાઓની માટે પ્રેરણારૂપ બની છે. તેઓ પોતાની જાત-મહેનતથી ખેતીમાં અવનવા પ્રયોગો કરીને ખુબ સારો એવો નફો પણ મેળવી રહી છે. આજે અમે તમને આવી જ એક મહિલા ખેડૂત સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

રાજ્યમાં આવેલ નવસારીમાં આવેલ આટ ગામના 61 વર્ષની લક્ષ્મીબેન પટેલ છેલ્લા અનેક વર્ષોથી ખેતી કરી રહ્યા છે. આજે તેઓ ઓર્ગેનિક પદ્ધતિઓનાં ઉપયોગથી વાર્ષિક 15 લાખ રૂપિયાનો નફો મેળવી રહ્યા છે. એવું નથી કે, તેમના ખેતરમાં કામ કરવા માટે કોઈ મજૂરો નથી. મજૂરો તથા બધી જ સુવિધાઓ હોવા છતાં, તેઓનું માનવુ છે કે, આપણે આપણી ખેતીમાં જાત-મહેનત કરવી જોઈએ તો જ સારો એવો નફો મેળવી શકીશું.

કેવી રીતે શરૂઆત થઈ?
લક્ષ્મીના પિતા ખેતી કરી રહ્યા હતા જયારે લગ્ન કર્યા પહેલા તેમને ક્યારેય ખેતી કરવાની તક મળી ન હતી. તેમના પતિ દુબઈમાં કામ કરી રહ્યા હતા, જેથી તેઓ લગ્ન પછી દુબઈ ચાલ્યા ગયા પરંતુ લક્ષ્મી સાસુને ટેકો આપવા માટે ખેતરોમાં જતા હતા. તેમણે જોયું કે, આવા પ્રકારની પરંપરાગત ખેતીથી કઈ ખાસ ફાયદો થતો નથી.

તેઓ હંમેશા ખેતીમાં બદલાવ લાવવા ઇચ્છતા હતા. બાદમાં તેમને નવસારી કૃષિ યુનિવર્સિટી અંગે જાણ થઈ હતી. તેઓ જણાવે છે કે, આ દરમિયાન મને પણ ખબર ન હતી કે, કૃષિમાં પણ યુનિવર્સિટી છે અથવા તે ભણાવી શકાય છે. બાદમાં મને જાણ થઈ કે, મેં ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ શીખવાનું નક્કી કર્યું.

કારણ કે, તે જમીન લક્ષ્મીના પતિના પૂર્વજોની જમીન હતી કે, જેમાં તેમના પતિના તમામ ભાઈઓનો અધિકાર હતો. આ માટે લક્ષ્મી પોતાની જમીન લેવા તેમજ નવું કામ કરવા માંગતી હતી. આ વિચાર સાથે તેમણે 10 વર્ષ અગાઉ 10 વીઘા જમીનની ખરીદી કરીને તેમના પતિ પણ દુબઈથી પાછા ફર્યા ત્યારે તેમણે પોતાની જમીન પર કેરીના વૃક્ષો વાવવાનું શરૂ કર્યું હતું.

61 વર્ષની ઉંમરે દિવસ-રાત ખેતરોમાં કામ કરે:
હાલમાં તેઓ પોતાના ખેતરમાંથી પોતાનો પાક વેચી રહ્યા છે. તેમના આંબાના બગીચામાં અંદાજે 700 જેટલા વૃક્ષો રહેલા છે. આ ઉંમરે પણ તે ખેતરમાં મજૂરો સાથે બધા જ કામ કરે છે. એને તેઓ પોતાના સારા સ્વાસ્થ્યનું રહસ્ય જણાવે છે. લક્ષ્મી, તેમના પતિ તેમજ ફક્ત 2 જ મજૂરો ખેતરમાં કામ કરવા માટે છે.

જેઓ એકસાથે મળીને વાવણીથી લઈને લણણી સુધીની બધી જ પ્રક્રિયા સંભાળે છે. હાલમાં હજુ પણ, તેઓ યુનિવર્સિટીમાં આયોજિત તમામ વર્કશોપમાં ભાગ લેવાનું શરુ રાખે છે તેમજ ગામની અન્ય મહિલા ખેડૂતોને પણ પોતાની સાથે લઈ જાય છે.

તેઓ જણાવે છે કે, હું હજુ પણ મારા ખેતરોમાં સવાર -સાંજ કામ કરું છું. હું મારા બગીચાના તમામ કેરીના વૃક્ષથી જાણકાર છું. જો આપણે ઉગાડતા પાકને પ્રેમ કરીએ તેમજ એમના માટે સમય કાઢીએ તો આપણને ચોક્કસપણે નફો થશે. નિવૃત્તિની ઉંમરે પણ તેમની ભાવના જોતાં, એમ કહેવું ખોટું નહીં હોય કે, લક્ષ્મી સાચા અર્થમાં એક સફળ અને પ્રેરણાદાયી મહિલા ખેડૂત છે.

સમયાંતરે કર્યા નવા પ્રયોગો:
જે રીતે લક્ષ્મીબેન ખેતી શીખતા ગયા એમ એમને તેમાં વધારે રસ પડતો ગયો. તેઓ જણાવે છે કે, હું હંમેશા કૃષિ કેન્દ્રમાં જઈને કંઈને કંઈ શીખતી રહેતી હતી. પોતાની તૈયાર પ્રોડક્ટને કેવી રીતે વેચવી, વેલ્યુ એડિશન કેવી રીતે કરવું? હું આ તમામ કૃષિ યુનિવર્સિટીમાંથી જ શીખી છું. ત્યાં ગયા બાદ મને જાણ થઈ કે, કેરીની કઈ જાતના ફાયદા છે? કોને લગાવવાથી વધુ નફો થઈ શકે?”

આજથી 4 વર્ષ અગાઉ તેમણે પોતાના ખેતરમાં રસાયણોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. હવે જંતુનાશકો તથા રાસાયણિક ખાતરોને બદલે સ્વદેશી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ખુબ સસ્તી તેમજ ફાયદાકારક છે. ઓર્ગેનિક પદ્ધતિઓ અજમાવ્યા બાદ જ તેમને સારી એવી કમાણી થવા લાગી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…