મોદી સરકારની આ યોજના અંતર્ગત મફતમાં મળી રહ્યું છે LPG ગેસ સીલીન્ડર- જલ્દી અહીં કરો આવેદન

Published on: 7:42 pm, Thu, 2 September 21

દેશમાં ગરીબોની સંખ્યામાં દિન-પ્રતિદિન મોંઘવારીને કારણે સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અનેકવિધ પરિવાર ગરીબીરેખા હેઠળ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. કેટલાક લોકોને તો ભૂખ્યા રહેવાનો પણ વારો આવતો હોય છે. આવા સમયમાં લાખો લોકોની મદદે મોદી સરકાર આવી છે.

કેટલીકવાર એવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે કે, જેમાં આવા લોકોને રોજગાર મળી રહે છે. જેને લીધે તેઓ ભૂખ્યા રહેતા નથી. હાલમાં પણ મોદી સરકારની આવી જ અન્ય એક યોજનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના બીજા તબક્કામાં ફક્ત ‘સેલ્ફ ડિક્લેરેશન’ દ્વારા જ પ્રવાસી મજૂરોને સરનામાં વગર મફત ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવ્યા છે.

હવેથી પ્રવાસી મજૂરો પણ કાયમી સરનામા વિના પણ ગેસ કનેક્શન લઇ શકશે એટલે કે, પ્રવાસી મજૂર પરિવારોને હવે રેશનકાર્ડ અથવા તો એડ્રેસ પ્રૂફ લગાવવાની જરૂર પડશે નહીં. કેટલાક લોકોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે, આ ‘સેલ્ફ ડિક્લેરેશન’ શું છે તેમજ એની હેઠળ કઈ જાણકારી આપવાની છે.

‘સેલ્ફ ડિક્લેરેશન’ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. કેટલાક લોકોના મનમાં પ્રશ્ન એ છે કે, આ ‘સેલ્ફ ડિક્લેરેશન’ શું છે તેમજ તેના હેઠળ કઈ જાણકારી આપવાની છે તો ‘સેલ્ફ ડિક્લેરેશન’ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આ રીતે કરો ઘરે બેઠા અરજી:
સૌપ્રથમ ઉજ્જવલા યોજનાના સત્તાવાર પોર્ટલ pmuy.gov.in પર જઈને  ‘Apply For New Ujjwala 2.0 Connection’ પર ક્લિક કરો. આ ગેસ કનેક્શનના વિકલ્પ એટલે કે, પેજ પર નીચે આપવામાં આવેલ 3 વિકલ્પ (ઇન્ડિયન, ભારત પેટ્રોલિય અને એચપી) જોવા મળશે.

હવે માંગવામાં આવેલી જાણકારી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. દસ્તાવેજ વેરિફાય થયા બાદ તમારા નામે એલપીજી ગેસ કનેક્શન જાહેર કરવામાં આવશે. આમ, આ યોજનાના લાભપાત્ર થશો તેમજ લાખો પરિવારો આ યોજનાનો લાભ સમગ્ર દેશમાં લઈ રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…